ગોળાકાર સપાટી પર થ્રેડ બનાવવા

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    23-Dec-2020   
Total Views |

ઉત્કૃષ્ટ પ્રોગ્રામિંગ પદ્ધતિ દ્વારા ગોળાકાર સપાટી પર થ્રેડ બનાવવા માટે મશીનની ખાસિયતોનો લાભ લેવો
આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે થ્રેડિંગ સાઈકલનો ઉપયોગ કરીને ટેપર અથવા સીધા બાહ્ય વ્યાસ (ઓ.ડી.)/આંતરિક વ્યાસ (આઈ.ડી.) પર થ્રેડ બનાવી શકાય છે.

ક્યારેક ગોળાકાર (કૉન્કેવ/કૉન્વેક્સ) સપાટી પર થ્રેડ બનાવવાની જરૂર પડતી હોય છે. આવા સમયે આવા પ્રકારના થ્રેડિંગ માટે ટર્નિંગ સેન્ટર પર ખાસ ફીચર (વિશેષતા) હોવા જરૂરી છે. આવી સ્થિતિમાં ઉપલબ્ધ ટર્નિંગ સેન્ટર પર આ પ્રકારનું થ્રેડિંગ કરવા માટે પ્રોગ્રામરને પોતાના વિચારોને અમલમાં મૂકવાની છૂટ મળવી જરૂરી છે.

આપણે એ પણ જાણીયે છે કે મલ્ટિપલ સ્ટાર્ટ કટિંગ પાસની સાથે થ્રેડિંગ કરતી વખતે દરેક કટિંગ પાસ માટે થ્રેડ સ્ટાર્ટ પૉઈન્ટ સમાન હોવું જરૂરી છે.

1_1  H x W: 0 x

થ્રેડિંગ સાઈકલ અથવા G33 સિંગલ મોશન કટિંગનો ઉપયોગ કરતી વખતે સ્પિન્ડલ એન્કોડર આ બાબતનો ખ્યાલ રાખે છે. એન્કોડર દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મિમી./ફેરાનું તથા આરંભનું સ્થાન સમાન જ રહે.

થ્રેડિંગ સાઈકલ ઉપરાંત ફીડ (એક ફેરામાં ટૂલ જે અંતર ઊંડું અંદર જાય છે તેને ફીડ કહેવાય છે) અને અન્ય ગતિના મોશન G કોડ જેવા કે G01, G02 અથવા G03 માટે એન્કોડર દ્વારા માત્ર મિમી./ફેરા ફીડનું નિયંત્રણ કરવામાં આવે છે.

થ્રેડિંગ આરંભ કરતી વખતે પ્રારંભિક કોણની સાથે G33 વાપરીને શરુઆત કરીને પછી ફીડનું ઓવરરાઈડ 100% રાખીને G01, G02 અને G03 નો ઉપયોગ કરવામાં આવે તો પ્રોફાઈલ પર થ્રેડ બની શકે છે.

ટિપ્પણી
· ફીડનું ઓવરરાઈડ 100% થી વધુ હોવું જરૂરી છે.
· અથવા ફીડનું ઓવરરાઈડ બંધ કરો (અન્ય ઍપ્લિકેશન માટે અસુરક્ષિત)
· G01, G02 અને G03 ના ઉપયોગ દ્વારા થ્રેડિંગ કરતી વખતે ફીડ 100% રાખવા માટે થ્રેડિંગ ઍપ્લિકેશન પૂર્વે અને એ પશ્ચાત M કોડની વ્યવસ્થા કરો.
%
O5678
N1 G0 G21 G40
T0000 X0 Z0
T0101
G97 S500 M4 (અથવાM3)
G0 X150.0 Z5.0
X54.0
N101
# 502 = 50.0 (X સ્થિતિ)
#503 = 2.0 (ફીડ)મિમી./ ફેરા)
M98 P2233
N102
# 502 = 49.9
# 503 = 2.05
M98 P2233
N103
# 502 = 49.8
# 503 = 2.1
M98 P2233
N104
# 502 = 49.7
# 503 = 2.15
M98 P2233
N105
# 502 = 49.6
# 503 = 2.2
M98 P2233
N106
# 502 = 49.5
# 503 = 2.25
M98 P2233
N107
# 502 = 49.4
# 503 = 2.3
M98 P2233
N108
# 502 = 49.3
# 503 = 2.35
M98 P2233
N109
# 502 = 49.2
# 503 = 2.4
M98 P2233
N110
# 502 = 49.1
# 503 = 2.45
M98 P2233
N111
# 502 = 49.05
# 503 = 2.475
M98 P2233
N112
# 502 = 49.0
# 503 = 2.5
M98 P2233
N112 (આઈડલ પાસ)
# 502 = 49.0
# 503 = 2.5
M98 P2233
G0 X150.0 Z10.0 M5
T0000 X0 Z0
M30
%


2_1  H x W: 0 x
@@AUTHORINFO_V1@@