અત્યાર સુધી સી.એન.સી. મશીનની લેખમાળામાં આપણે મશીન ચાલુ ન થવું, લ્યુબ્રિકેટિંગ તેલનું સ્તર સંતોષજનક ન હોવું, લ્યુબ્રિકેટિંગ તેલનું દબાણ ઓછું હોવાના પરિણામો અને ચક નિષ્ક્રિય રહેવા અને ટૅલસ્ટૉક સંબંધી સમસ્યાઓ પર વિચાર કર્યો. આ લેખમાં આપણે એ જાણીશું કે મશીનની પેનલ ઉપર ‘ટરેટ ઈંડેક્સ ઍબોર્ટેડ’ એવો સંદેશ દેખાય તો શું કરવું જોઈએ.
ટરેટ ઈંડેક્સ ઍબોર્ટેડ
ટરેટનું કાર્ય તો આપણે જાણીએ જ છીએ. તેના ખાંચામાં જુદા જુદા ટૂલ લગાડેલા હોય છે. આપણી જરૂરિયાત પ્રમાણે દરેક ટૂલ કાર્યવસ્તુની સામે આવે છે અને નિશ્ચિત કાર્ય કરે છે. તેને માટે ટરેટ પોતાના અક્ષ પર ફરે છે. હવે આપણાંથી ફરવાનો આદેશ આપ્યાં છતાં પણ જો ટરેટ ફરે નહિ (ઈંડેક્સ ન થાય) તો તેવી સ્થિતિમાં મોટાભાગે ટરેટ ક્લૅમ્પ થયેલું નથી હોતું. ઑટોમેટિક આવર્તન રોકાઈ જાય છે, કારણ કે એ ઈંટરલોક મશીનની પ્રણાલીમાં આપેલું હોય છે. આવર્તન ન રોકાય તો દુર્ઘટના થઈ જાય છે.
જ્યારે ટરેટ ક્લૅમ્પ ન થયું હોય, ત્યારે તે જાણકારી આપનારી સૂચના સ્ક્રીન પર દેખાય/વંચાય છે અને આપણે યોગ્ય સાવધાની સાથે કામ કરી શકીએ છીએ. તેના વિવિધ કારણો આ મુજબ છે.
• ટરેટનું MPCB ટ્રીપ થયું હોય.
• વીજળી પ્રવાહના તાર જોડતા કૉન્ટૅક્ટ ઢીલા થઈ ગયા હોય.
• ટરેટ મોટર અથવા ટરેટ એનકોડરની અંદરના વીજળીના જોડાણ ઢીલા થઈ ગયા હોય.
• ટરેટને વીજળી પ્રવાહ પૂરો પાડનારા તાર અને ફીડબૅક દેનારા તારમાં ખામી હોય અથવા બળી ગયા હોય.
• ટરેટમાં બેસાડેલ બેઅરિંગમાં ખામી હોય.
આમાંથી અધિકતર સમસ્યાઓ વીજ સંબંધી અથવા ઈલેક્ટ્રૉનિક પ્રકારની છે. એક જ ખામી યાંત્રિકી રૂપની છે, ટરેટમાં બેસાડેલ બેઅરિંગ બગડેલા હોવા. આ ખામીના બે કારણો છે.
1. ઘણા દિવસો સુધી પ્રતિબંધક દેખભાળ ન થવાને કારણે બેઅરિંગ બગડે છે.
2. ટરેટ અથડાવાથી કે અકસ્માત ઘટવાથી બેઅરિંગ બગડે છે અથવા તૂટી જાય છે.
ગિયરના દાંત પોતાની જગ્યાએથી હલે તો ટરેટનો અક્ષ યોગ્ય સ્થાન પર પહોંચી નથી શકતો. જ્યારે ટરેટ અથડાઈને અકસ્માત ઘટે ત્યારે તે અકસ્માતને દબાઈ દેવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે મશીનને માટે અત્યંત ગંભીર છે. અકસ્માત પછી એ તપાસ જરૂરી છે કે શું મશીનના કોઈ યંત્રભાગો ખરાબ થયા છે. ટરેટની તપાસ પણ કરવી જોઈએ. જરૂર પડતાં કોઈ કુશળ કર્મચારી દ્વારા ટરેટ ખોલીને તેનું પરીક્ષણ પણ કરવું આવશ્યક છે. નુકસાન થયેલા યંત્રભાગો બદલીને નવા યંત્રભાગો લગાડવા આવશ્યક છે. જરૂર જણાય તો કંપનીને સેવા આપતા તક્નીકી વિશેષજ્ઞોને આમંત્રિત કરીને કાંઈ સંતાડ્યા વિના ઘટેલી ઘટના વિષે સાચી માહિતી આપવી જોઇયે. કોષ્ટક ક્ર. 1 માં સમસ્યા, કારણો અને ઉપાય દર્શાવ્યા છે.