ટર્નિંગના કામ માટે ટૂલનું ચયન

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    19-Nov-2020   
Total Views |

અત્યાર સુધી આપણે ઑટોમેટિવ ગિયર બૉક્સના કવરનું યંત્રણ, વી.ડી.આઈ. ટૂલ હોલ્ડર, વાલ્વ હાઉસિંગ, ટ્રેક્ટર ફ્લાય વીલ હાઉસિંગના સંદર્ભે કરેલ સુધારાઓના ઘણા કેસ સ્ટડી જોયા છે. આમાંથી ઘણા ખરા યંત્રભાગ ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવ્યા હતા. ક્રોમિયમ બેસ, મૉલિબ્ડેનમ, સ્ટેનલેસ સ્ટીલની જેમ ઊંચા તાપમાન પર કામ કરનાર, મિશ્ર ધાતુઓનું યંત્રણ ખરેખર પડકારજનક હોય છે.

આ લેખમાં આપણે ટર્નિગ સંબંધી એક અનુભવ વિશે જાણીશું. એક કંપનીમાં બ્રૉન્ઝ તથા મૉલિબ્ડેનમ બ્રેઝીંગ કરીને ઘણા યંત્રભાગ બનાવવામાં આવે છે. ઈલેક્ટ્રિકલ ઉદ્યોગમાં તથા સરકારી ક્ષેત્રના ઉદ્યોગમાં એ લોકો નિયમિત રૂપે યંત્રભાગ સપ્લાય કરે છે. ઊંચા તાપમાન પર કામ કરનાર આવી મિશ્રધાતુઓ દ્વારા બનેલ યંત્રભાગના યંત્રણ માટે સચોટ ભૂમિતિ તથા માઇક્રોફાઇન ગ્રેડના ટૂલનો ઉપયોગ કરવો જરૂરી હોય છે.

યંત્રણની વર્તમાન પદ્ધતિમાં ખર્ચ તો વધુ થતો જ હતો, સાથે જ ઇન્સર્ટના ખુણાઓ તૂટવાની મોટી સમસ્યા પણ હતી.

ગ્રાહકોની અપેક્ષા
1. ઇન્સર્ટના ખુણાઓને તૂટતા રોકવા.
2. યંત્રભાગ દીઠ થતો ખર્ચ ઓછો કરવો.

હાલમાં વપરાતા ઇન્સર્ટને બે અણીદાર ધારો હતી જેનાથી કાપવાનું કામ થતું હતું. એમનો ગ્રેડ આ કામ માટે યોગ્ય ન હતો. કાપીને બહાર કાઢવાનું મટીરિયલ પણ ખૂબ વધુ હતું. આ કારણે યંત્રણની ઘણી બધી પ્રક્રિયાઓ કરવી જરૂરી પડતી હતી. ગ્રાહકના લાભ વિશે વિચારીને અમે ચાર ખૂણાવાળા અને વધુ ધારદાર ઇન્સર્ટનો (ચિત્ર ક્ર. 1) ઉપયોગ કરવાનો નિર્ણય લીધો.

1_1  H x W: 0 x

હાલમાં વપરાતા ઇન્સર્ટ ઉપર, હોલ્ડરના રૂપમાં, સ્ક્રૂ ક્લૅમ્પિંગનો (ચિત્ર ક્ર. 2) ઉપયોગ કરવામાં આવતો હતો.



2_1  H x W: 0 x



વધુ સારું તથા દૃઢ ક્લૅમ્પિંગ મેળવવા માટે અમે ચાર ખૂણાવાળા ઇન્સર્ટ માટે ટૉપ/મલ્ટિપલ ક્લૅમ્પિંગવાળા (ચિત્ર ક્ર. 3) ટૂલ હોલ્ડરની ભલામણ કરી (ચિત્ર ક્ર. 4).


3_1  H x W: 0 x
કાર્યનું વર્ણન
અહીંના યંત્રભાગ વિભિન્ન આકારના રોટર છે. અમે જે રોટર માટે નિરાકરણની ભલામણ કરી હતી એ ચિત્ર ક્ર. 5 અને 6 માં દેખાડવામાં આવેલ છે. દર મહિને આવા 1500 રોટરનું ઉત્પાદન થવું અપેક્ષિત હતું.



5_1  H x W: 0 x


7_1  H x W: 0 x 

8_1  H x W: 0 x 
 
નવા ઇન્સર્ટની વિશેષતાઓ
• VBMT ઇન્સર્ટમાં સાઈડ રિલીફ હોવાને કારણે એ એક જ સપાટીપર હોલ્ડરમાં બેસી જાય છે. તેથી કટિંગ માટે માત્ર બે જ ધાર મળે છે. VNMG ઇન્સર્ટમાં રિલીફ કોણ '0' હોવાથી એ ટૉપ તથા બૉટમ બન્ને સપાટીઓ પર હોલ્ડરમાં બેસી જાય છે. આમ કટિંગ માટે ચાર ધાર મળે છે.
• DP 5010 ગ્રેડ : ઊંચા તાપમાને કામ કરનારી મિશ્ર ધાતુઓના દરેક પ્રકારના ટર્નિંગ માટે યોગ્ય. PVD નું કોટિંગ ચડાવેલ તથા બહુ કઠણ સબમાઈક્રૉન સબસ્ટ્રેટ જેનું ફ્રૅકચર ટફ્નેસ ઉત્તમ હોય છે.
• મધ્યમ કટિંગ તથા ફિનિશિંગ માટે ઉપયોગી.
• 41 ચિપ બ્રેકરની (ચિત્ર ક્ર. 7) ભૂમિતિ સચોટ હોવાને કારણે ફીડ (ફીડ રેટ) તથા કાપાની ઊંડાઈ ઓછી હોય ત્યારે ચિપ બહાર નીકળવાનું સરળ હોય છે અને ચિપ પર ઉત્તમ નિયંત્રણ રહે છે.


10_1  H x W: 0

9_1  H x W: 0 x 
લાભ : બધા કટિંગ પૅરામીટર યથાવત રાખી ગ્રાહકને ઇન્સર્ટના બે વધારાના ખૂણાનો લાભ મળ્યો અને ખર્ચમાં બચત થઇ ગઈ. પ્રતિ ઇન્સર્ટ ટુલની આવરદા 100 % વધી ગયું.
ઇન્સર્ટના ખુણાઓ તૂટવાની સમસ્યાનું નિવારણ થઇ ગયું અને ટૂલની સુસંગત આવરદા પણ મળી.
@@AUTHORINFO_V1@@