ડીપ હોલ ડ્રિલિંગ ટૂલ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    18-Nov-2020   
Total Views |

1_1  H x W: 0 x

ભારતમાં રસ્તાઓની હાલત જોઈને કહી શકાય કે વિશેષ તો દ્વિચક્રી વાહન ચાલકોને માટે વાહનમાં સહુથી ઉપયોગી તેમજ મહત્વપૂર્ણ પ્રણાલી છે, શૉક ઍબ્ઝૉર્બર અર્થાત સ્પ્રિંગ. આપે દ્વિચક્રી વાહનોના પાછલા પૈડાં ઉપર તે પ્રણાલી જોઈ જ હશે, પણ સામેના પૈડાંથી જોડાયેલો એક ચમક્તો પાઈપ અને તે જે ભાગમાં ઉપર નીચે થાય છે, તે સંપૂર્ણ અસેમ્બ્લી એટલે જ શૉક ઍબ્ઝૉર્બર. તેના બાહ્ય ભાગને ‘આઉટર ટ્યુબ’ કહે છે. શૉક ઍબ્ઝૉર્બરના અપેક્ષિત કામ માટે અંદરનો પાઈપ તેમજ આઉટર ટ્યુબની વચ્ચે ઓછામાં ઓછું ઉચિત ક્લિયરન્સ હોવું જોઈએ. તેવી જ રીતે આ ચમકતા પાઈપનું આઉટર ટ્યુબ સાથે અકારણ ઘર્ષણ ન થાય એટલે તે બંને યંત્રભાગોની પૃષ્ઠીય ફિનિશ સૌથી મહત્વની છે.

દરેક ગાડીના શૉક ઍબ્ઝૉર્બરની આઉટર ટ્યુબના નિર્માણને માટે 3 પ્રકારના મહત્વપૂર્ણ ડ્રિલ જરૂરી હોય છે. આ ડ્રિલ અમારી ટેક્નોમેક કંપનીમાં બને છે. સાથે જ ઊંડાણ સુધી (ડીપ) કરાનારા ડ્રિલિંગ માટે આવશ્યક ડ્રિલ પણ અમે બનાવીએ છીએ, તેને ગન ડ્રિલ કહેવાય છે.

ગન ડ્રિલિંગનો અર્થ છે બંદૂકની નળી બનાવવા ઉપયોગ કરાયેલા ટૂલ તેમજ પ્રક્રિયા. આ ડ્રિલ બનાવવા માટે ટંગસ્ટન કાર્બાઈડ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધાતુના નાના ટુકડા, સ્ટીલના દાંડા પર, ચાંદીની મિશ્રધાતુનો ઉપયોગ કરીને બ્રેઝિંગ દ્વારા જોડવામાં આવે છે અને પછી તેને ગ્રાઈન્ડ કરીને ઈચ્છિત આકાર આપવામાં આવે છે. સ્ટીલની નળી (ટ્યુબ) બનાવવા તેમજ ટંગસ્ટન કાર્બાઈડને ઘસવા માટે આવશ્યક બધા મશીનો ભારતમાં ઉપલબ્ધ છે. તાજેતરમાં કંપનીએ BTA મશીન માટે જરૂરી ટૂલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે (ભારતીય બજારનો લગભગ 80% હિસ્સો અમારો છે).


2_1  H x W: 0 x

ડીપ હોલ ડ્રિલિંગનું હેડ
દ્વિચક્રી વાહનના શૉક ઍબ્ઝૉર્બરનો બાહ્ય પાઈપ અંદરથી ડ્રિલ કરાયા પછી, તેની સપાટી સંપૂર્ણપણે લીસી હોવી જોઈએ, કારણ કે તેની અંદર આંતરિક પાઈપ સરકવાનું હોય છે. આ સપાટી લીસી ન હોય તો પાઈપ વિક્ષેપ સાથે જશે અને આંચકા શોષી શકશે નહિ. લીસી સપાટી પામવા માટે ડ્રિલિંગ હેડ વિકસિત કરવું જરૂરી હતું. આ ટૂલના વિકાસ માટે આવશ્યક ઉચ્ચ સ્તરની કટિંગ એજ ભૂમિતિ કંપનીએ ઘણા વર્ષોની મહેનતથી તૈયાર કરી છે. એ સાથે જ કયું ટંગસ્ટન કાર્બાઈડ અને તેની કઈ ગ્રેડ વાપરવાની છે, ત્યાંથી અમારે શરૂઆત કરવાની હતી. પ્રારંભમાં જે કાર્બાઈડ વાપરવામાં આવ્યા તેની આવરદા, જાપાની કાર્બાઈડની તુલનામાં માત્ર 10% હતી, કારણ કે તે બહુ નરમ હતાં. કાર્બાઈડની ગુણવત્તા નિશ્ચિત કરવા અનેક પ્રયોગો અને પરીક્ષણ કરવામાં આવ્યા. દર વખતે એ મોંઘા કાર્બાઈડ મંગાવવા પડતાં. તેમ છતાં જો તે કાર્બાઈડ જલ્દી ઘસાઈ જાય, તો કાર્બાઈડનો આખો બૅચ નકામો ઠરતો. તે સમયે એક કંપનીએ વિશિષ્ટ ગ્રેડના કાર્બાઈડ વિકસિત કરીને આપ્યા જે શ્રેષ્ઠ પુરવાર થયા. પણ પ્રારંભિક દિવસોમાં સુયોગ્ય કાર્બાઈડ મેળવવું અમારા માટે પડકારજનક હતું. એના ભાગ રૂપે નવી ગ્રેડનું કાર્બાઈડ વિકસિત કરવામાં આવ્યું.

પાઈપ ઍલ્યુમિનિયમના હોવાને કારણે ઍલ્યુમિનિયમના યંત્રણ માટે ભૂમિતિ વિકસિત કરીને તેનું એક જ પ્રયાસમાં સફળ થવું એ અત્યંત કપરું કામ હતું અને છે. શૉક ઍબ્ઝૉર્બરના સંયોજનમાં બંને પાઈપના આકાર પર નિયંત્રણ રાખવું જરૂરી હોય છે તેથી શૉક ઍબ્ઝૉર્બરના ટૂલ અત્યંત સચોટ હોવા જોઈએ. તેમની સપાટીની સરળતા પણ સચોટ (0.1 થી 0.2 માઈક્રોન CLA) હોવી જરૂરી હોય છે. લીસાપણું માટે બર્નિશિંગ પૅડનો ઉપયોગ કરવામાં આવે છે. બર્નિશિંગ પૅડ પર ગ્રાઇન્ડિંગ રેખાઓ જોવા મળે તો તેજ રેખાઓ પાઈપની સપાટી પર પણ આવે છે. તેથીજ ટૅક્નોમૅકે અત્યંત આકરી મહેનતથી આના પૉલિશિંગની પદ્ધતિ પોતેજ વિકસિત કરી છે.



3_1  H x W: 0 x


4_1  H x W: 0 x 
 
તકનીકી પરિવર્તન

5_1  H x W: 0 x
 

6_1  H x W: 0 x 
 
ઉપલબ્ધ કાચામાલમાં જોવા મળેલું પરિવર્તન ઘણું મોટું અને મહત્વપૂર્ણ છે. તે વખતે મળનારા કાર્બાઇડની સરખામણીમાં આજ ઉપલબ્ધ થતું કાર્બાઈડ ઘણું સારું છે. પહેલાં માત્ર ગેસ બ્રેઝિંગ કરવામાં આવતું, પણ હવે તેમાં સુધારો થઈને ઈંડક્શન બ્રેઝિંગ કરવામાં આવે છે. પૂર્વે એક સામાન્ય લેથ મશીન ઉપર ઉત્પાદન થતું હતું, અને તેમાં હેડના થ્રેડિંગનું મહત્વનું સ્થાન હતું. પહેલાં આ થ્રેડિંગ અમે બહારથી કરાવતા, પણ પછી અમે પોતાના સી.એન.સી. મશીન પર આ કામ શરૂ કર્યું. તેનાથી, ટૂંકા ગાળામાં જ, ઉત્પાદનની સુસંગતતા તેમજ ગ્રાઈંડિંગની ગુણવત્તામાં ઘણી વૃદ્ધિ થઈ. સારી ગુણવત્તાનો કાચો માલ મળવાનો શરૂ થયો. કટિંગ એજ ભૂમિતિ કરતા પણ વધારે, કટિંગ એજ કંડિશનિંગમાં ઘણું પરિવર્તન આવ્યું. સાથે સાથે કંપનીએ પરીક્ષણના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. સારું કાર્બાઈડ મળવાને કારણે ટૂલની આવરદા પણ વધી ગઈ. ટૂલની ઉપર લખાતા આંકડા, પહેલાની જેમ ઈચિંગને બદલે, હવે લેઝર માર્કિંગથી લખવામાં આવે છે. બદલાતા સમય પ્રમાણે આવા ઘણા પરિવર્તનો આવ્યા.

ટૂલિંગનું ક્ષેત્ર અત્યંત વ્યાપક છે ઉપરાંત તેનો અવકાશ વધી રહ્યો છે. તેથી જ કંપની ડ્રિલિંગ ટૂલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અમારી કંપની આ જાપાન દ્વારા બનાવવામાં આવેલા ટૂલ સાથે ખૂબ જ સ્પર્ધા કરે છે. તેથી જ આ ઉત્પાદનની ભારતમાં તેમજ અન્ય દેશોમાં પણ વધુ માંગ છે.
@@AUTHORINFO_V1@@