ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ મશીન (AFFM-150D)

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    11-Nov-2020   
Total Views |

d_1  H x W: 0 x


1_1  H x W: 0 x
ટેક્નૉલૉજી વિકાસ એ સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેક્નૉલૉજી સેન્ટરની (CMTI) તાકાત છે. અદ્યતન તકનીકી પ્રાપ્ત કરવી, તેને વ્યવહારમાં લાવવી અને તેને ભારતીય ઉત્પાદન ક્ષેત્રમાં સ્થાનાંતરિત કરવું એ CMTI નું મુખ્ય કાર્ય છે. ત્રણ દાયકાથી વધુ સમય માટે CMTI તાલીમ (પ્રશિક્ષણ) ક્ષેત્રે કાર્યરત છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ માટે વિવિધ ઉદ્યોગોમાં તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.

CMTI દ્વારા વિકસિત AFFM-150D એક બિનપરંપરાગત સુપર ફિનિશિંગ તકનીક છે. આ મશીન જટિલ અને ફિનિશ કરવા માટે અટપટા, ગૂંચવણભર્યા પ્રિસિજન યંત્રભાગોનું ફિનિશિંગ, ડિબરિંગ અને પૉલિશ કરવામાં સક્ષમ છે. એની પ્રક્રિયામાં એક ઍબ્રેઝિવ્હથી ભરેલું અર્ધ નક્કર/ અર્ધ પ્રવાહી માધ્યમ (સેમી સૉલિડ મીડિયમ) કાર્યવસ્તુની અંદરના માર્ગમાંથી ફેરવવામાં આવે છે. આ મશીનમાં કાર્યવસ્તુ પકડવા માટેનું ફિક્શ્ચર બે સામ સામે ઊભા સિલિન્ડરોમાં ક્લૅમ્પ કરવામાં આવે છે. આ સિલિન્ડરો ઍબ્રેઝિવ્હ માધ્યમને કાર્યવસ્તુ પરથી આગળ અને પાછળ ફેરવે છે. હાઇડ્રૉલિક ઍક્ટ્યુએટર્સ દ્વારા ઍબ્રેઝિવ્હ માધ્યમ કાર્યવસ્તુ ઊપરથી ફેરવવામાં આવે છે. એક આવર્તનમાં આ માધ્યમને નીચલા સિલિન્ડરથી ઉપરના સિલિન્ડરમાં અને પાછુ નીચલા સિલિન્ડર તરફ ફેરવવામાં આવે છે. વિસ્કો-ઇલૅસ્ટિક (ચીકણું અને લવચીક) ઍબ્રેઝિવ્હ પૉલિમર માધ્યમના પ્રવાહ દ્વારા યંત્રભાગોની સપાટી પર ધીમે ધીમે ફિનિશિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. (ચિત્ર ક્ર. 1 અને ચિત્ર ક્ર. 2)


1_1  H x W: 0 x
 
 

2_1  H x W: 0 x 

સૌ પ્રથમ, જે યંત્રભાગોને ફિનિશ કરવાના હોય તેમનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેમાં યંત્રભાગની ભૂમિતિ (જ્યોમેટ્રી), એકંદર પરિમાણો (ડાયમેન્શન્સ), મટીરિયલના ગુણધર્મો, સપાટીની પહેલાની અને અંતિમ અપેક્ષિત રફનેસ વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવે છે. મશીનના આ પ્રારંભિક અભ્યાસના આધારે, તેના માટે એક ફિક્શ્ચર વિકસિત કરવામાં આવે છે અને AFFM ના પ્રક્રિયા પૅરામીટર્સ પસંદ કરવામાં આવે છે. (કોષ્ટક ક્ર. 1)


3_1  H x W: 0 x
આવશ્યક સપાટી ફિનિશ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા સમય (AFFM આવર્તન સમય) જુદા જુદા પરિવર્તનશીલ પ્રક્રિયા પૅરામીટર્સ પર આધારિત હોય છે. જેમ કે, યંત્રભાગની સપાટીની પ્રારંભિક રફનેસ, હાઇડ્રૉલિક પ્રેશર, ઍબ્રેઝિવ્હનો પ્રકાર, ઍબ્રેઝિવ્હ ગ્રિટનું કદ અને વિસ્કો-ઇલૅસ્ટિક પૉલિમર માધ્યમની વ્હિસ્કૉસિટી.

ઉદાહરણ
ઍલ્યુમિનિયમ પ્રોપેલરની સપાટીના ફિનિશને સુધારવા માટે ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ

ઉદ્દેશો
  •  ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ મશીન (AFFM-150D) દ્વારા ઍલ્યુમિનિયમ પ્રોપેલરની સપાટીની રફનેસને સુધારવી.
  •  ઍલ્યુમિનિયમ પ્રોપેલરો માટે હોલ્ડિંગ ફિક્શ્ચર વિકસિત કરવું

પ્રોપેલર એ યંત્રભાગ ઍલ્યુમિનિયમ ઍલોય મટીરિયલથી (Al 6061 T6) બનાવવામાં આવે છે. તેનો વ્યાસ 150 મિમી, ઉંચાઈ 75 મિમી અને બ્લેડની જાડાઈ 3 મિમી છે. ચિત્ર ક્ર. 3 માં બતાવ્યા મુજબ તેના મશીનિંગ માટે 3 અક્ષીય મિલિંગ મશીનનો ઉપયોગ કર્યો હતો. બ્લેડની સપાટીની પ્રારંભિક રફનેસ (સરેરાશ મૂલ્ય) Ra 0.712µm છે.

4_1  H x W: 0 x 
 
પ્રોપેલર પકડવા માટે એક અત્યાધુનિક ફિક્શ્ચરની ડિઝાઇન કરી હતી. આ ફિક્શ્ચર MS મટીરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. (ચિત્ર ક્ર. 4) પ્રોપેલરનો ઉપરનો અને નીચેનો બેસ ફિક્શ્ચરમાં પકડવામાં આવે છે અને પ્રોપેલર બ્લેડની સપાટી ઍબ્રેઝિવ્હ માધ્યમના પ્રવાહ માટે ખુલ્લી હોય છે. AFFM પ્રક્રિયા દરમિયાન વિસ્કો-ઇલૅસ્ટીક ઍબ્રેઝિવ્હ પૉલિમર માધ્યમના લિકેજને રોકવા માટે ફિક્શ્ચરની ઉપલી અને નીચલી પ્લેટો પર 15 મિમી ટેફ્લોન સીલ આપવામાં આવે છે.

5_1  H x W: 0 x

પ્રયોગની પદ્ધતિ
શક્ય હોય તેટલું સારું ફિનિશ મેળવવા માટે ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ મશીન દ્વારા સપાટીનું રફનેસ ઘટાડવા માટે જુદા જુદા પ્રયોગો કરવામાં આવ્યા.
  • યંત્રભાગને ફિક્શ્ચરમાં બેસાડી AFFM-150D મશીનમાં હાયડ્રૉલિક ક્લૅમ્પમાં પકડી લીધું (ચિત્ર ક્ર. 5).

6_1  H x W: 0 x
  •  બ્લેડની સપાટી પર 5 જુદા જુદા પૉઇન્ટ રઁડમલી પસંદ કરીને સપાટીની રફનેસના સરેરાશ મૂલ્યો રેકોર્ડ કરવામાં આવ્યા.
  •  ઍબ્રેઝિવ્હ માધ્યમની જાળીના વિશિષ્ટ મેશ સાઇઝ મુજબ સપાટીની રફનેસમાં મોટા પ્રમાણમાં સુધારો દેખાયો.
(ચિત્ર ક્ર. 6).


7_1  H x W: 0 x

નિષ્કર્ષ
ઉપરોક્ત ડેટા પરથી એવું દેખાય છે કે ઍબ્રેઝિવ્હ માધ્યમની જાળીની મેશ સાઇઝ જેમ વધતી જાય છે, તેમ રફનેસ પ્રોફાઇલમાં ટેકડા અને ખાડાની લંબાઈ ઘટે છે. 800 મેશની જાળીનો ઉપયોગ કરીને AFFM પર નોંધાયેલ બ્લેડ સપાટીની રફનેસના મહત્તમ મૂલ્યો Ra : 0.35µm, Rt : 3.11µm, Rz : 2.48µm સુધી સુધરેલા છે.

8_1  H x W: 0 x

મશીનના વૈશિષ્ટ્યો

9_1  H x W: 0 x
 
ચિત્ર ક્ર. 7 માં બતાવેલ AFFM-150D આ એક એર્ગોનોમિક ડિઝાઇન વાળો, વપરાશકર્તા માટે અનુકૂળ, જાળવવા માટે સરળ, PLC આધારિત HMI નિયંત્રિત સિસ્ટમ સાથે, માઇક્રો / નૅનો ફિનિશ માટે આર્થિક રીતે વ્યવહારક્ષમ વિકલ્પ છે. નૅનોમીટરના સ્તરની ચોકસાઇવાળી સપાટીની રફનેસ અને જટિલ ભૂમિતિ (આંતરિક અને બાહ્ય) ધરાવતા યંત્રભાગોને ફિનિશ કરવા માટે આ મશીન અત્યાધુનિક તકનીકથી સજ્જ છે. યંત્રભાગો પર <50 nm Ra* ની રેન્જમાં નૅનો સ્તરીય સપાટી ફિનિશ મેળવી શકાય છે. ફિનિશિંગ કામની વિશાળ શ્રેણી માટે આ મશીનનો ઉપયોગ થઈ શકે છે અને એક ધાર્યા, પુનરાવર્તનીય અને વિશ્વસનીય પરિણામો આપે છે.


આ ઉત્પાદન બનાવવા પાછળની પ્રેરણા
આધુનિક ઉત્પાદન ક્ષેત્રે આજે ઘણી સ્પર્ધા છે. વધુ સારી સપાટી ફિનિશની માંગ દરરોજ વધી રહી છે અને આવા ઉત્પાદનો આજે પ્રગતિના પંથે છે. ઘણા જટિલ એન્જિનિયરિંગ યંત્રભાગોની કાર્યક્ષમતા અને ટકાઉપણું સપાટી ફિનિશની ગુણવત્તા પર આધારિત હોય છે. જટિલ આકાર, અને દુર્ગમ આંતરિક માર્ગ વાળા યંત્રભાગો માટે સપાટીના ફિનિશમાં સુધારો કરવો પડકારજનક છે.

સપાટીની રફનેસને સુધારવાની પ્રક્રિયામાં સ્વચાલન (ઑટોમેશન) આવવાથી સારી અને કાર્યક્ષમ ફિનિશિંગ પદ્ધતિઓનું માનકીકરણ થયું છે અને ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ તેમાંથી એક છે. દેશના વ્યૂહાત્મક અને બિન-વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ખર્ચાળ મશીનોના સ્વદેશી વિકલ્પો વિકસાવવામાં AFFM-150D ના કલ્પક વિકાસથી મદદ મળી છે. એરોસ્પેસ, અણુ ઊર્જા, સંરક્ષણ, એક્સ્ટ્રૂજન ડાઇઝ ઉદ્યોગ, મેડિકલ વગેરે ક્ષેત્રોમાં એક્સ્ટ્રૂજન ડાઇઝ, મોલ્ડ અને ઇમ્પ્લાન્ટ્સ જેવા ભાગોના ઉત્પાદનમાં સુપર ફિનિશિંગની ભારે માંગ છે. ભારતમાં કોઈ અન્ય મશીન ટૂલ બિલ્ડર આવું મશીન બનાવતા નથી અને AFFM-150D વ્યાપારી સ્તરે વિસ્તૃત શ્રેણીના ફિનિશિંગ કામ માટે ઉપલબ્ધ છે.

AFFM-150D ના કાર્યક્ષમ વિકાસ અંગે વધુ માહિતી
થર્મલ કંટ્રોલિંગ યુનિટ અને માધ્યમ સ્ટ્રોક લંબાઈનું સમાયોજન આ ફાયદાકારક સુવિધાઓ AFFM-150D નો ઉપયોગ કરવાથી મળે છે. આર્થિક દ્રષ્ટીએ જોતા, AFFM-150D સિસ્ટમની કિંમત વૈશ્વિક સ્તરે વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ મશીન કરતા 50% ઓછી છે.

AFFM-150D મશીનની પ્રમુખ વિશેષતાઓ અને મુખ્ય તકનીક
1.જટિલ ભૂમિતિ માટે માઇક્રો અને નૅનો ફિનિશિંગ: સપાટી ફિનિશમાં સુધારો કરવા માટે ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ કરવું હોય તો ફિનિશ કરવાના યંત્રભાગની ભૂમિતિ અને તેની સપાટીની પ્રારંભિક સ્થિતિને સમજવું જરૂરી છે. યંત્રભાગ માટે એક ફિક્શ્ચર વિકસિત કરાય છે અને તે મુજબ મશીન પૅરામીટર્સ પસંદ કરવામાં આવે છે. સપાટીની જરૂરી રફનેસ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી AFFM આવર્તનો ચાલુ રાખવામાં આવે છે (ચિત્ર ક્ર. 8).

10_1  H x W: 0

2.યંત્રભાગના અંદરના વ્યાસનું (ID) અને બહારના વ્યાસનું (OD) ડિબરિંગ (ચિત્ર ક્ર. 9)

11_1  H x W: 0
 
3.તીક્ષ્ણ ધારને ગોળપણું (એજ રેડિયસિંગ) આપવું (ચિત્ર ક્ર. 10)

12_1  H x W: 0

4.દુર્ગમ ભાગો અને જટિલ આંતરિક માર્ગો ફિનિશ કરવામાં આવે છે (ચિત્ર ક્ર. 11).


13_1  H x W: 0

5.ઍબ્રેઝિવ્હ પૉલિમર મીડિયાનું તાપમાન નિયંત્રણ: ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ કરવાની પ્રક્રિયા દરમિયાન, વિસ્કો-ઇલૅસ્ટિક ઍબ્રેઝિવ્હ પૉલિમર માધ્યમનો પ્રવાહ યંત્રભાગ તરફ દબાણ સાથે આગળ થતો રહે છે. વિસ્કો-ઇલૅસ્ટીક ઍબ્રેઝિવ્હ પૉલિમર યંત્રભાગ પર ઘસાવાની ક્રિયાને લીધે, પૉલિમર માધ્યમનું તાપમાન વધે છે અને આમ ફિનિશિંગ અકાર્યક્ષમ થઈ જાય છે. માધ્યમ સિલિન્ડરની આસપાસ આપેલા એક થર્મલ જેકેટ દ્વારા ફિનિશિંગ પ્રક્રિયા દરમિયાન પૉલિમર માધ્યમનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે છે.
6.એકથી વધુ યંત્રભાગોની એક સાથે પ્રક્રિયા: પ્રારંભિક તબક્કે ફિક્શ્ચરની યોગ્ય ડિઝાઇન દ્વારા એક સાથે અનેક યંત્રભાગોની પ્રક્રિયા કરવી શક્ય છે. (ચિત્ર ક્ર. 12)

14_1  H x W: 0

હાલમાં ઉપલબ્ધ સમાંતર મશીનો કરતા વધારાના લાભો
  •  આ મશીનના સ્પેસીફિકેશન્સ અને કામગીરી વિશ્વની કોઈ પણ મશીનને બરાબરની ટક્કર આપે એવી છે અને તે ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોને સંતોષશે. યંત્રભાગ પર મળતી સપાટીની રફનેસ <50 nm Ra ની રેન્જમાં છે.
  • મોટા ભાગના ફિનિશિંગ કામોમાં માનવીય હસ્તક્ષેપ શામેલ હોય છે. આના પરિણામે અનિયમિત સપાટી ફિનિશ મળે છે (એક જગ્યાથી બીજી જગ્યા પરના સપાટી ફિનિશમાં ફેર આવે છે) અને ફિનિશ થવા માટે વધુ સમય પણ લે છે. AFFM-150D જેવી સ્વચાલિત પ્રક્રિયાઓ, કાર્યક્ષમ તેમજ વ્યાજબી ખર્ચે એક સરસ સપાટી ફિનિશ અને ઉત્તમ પુનરાવર્તનીયતા (રિપીટેબિલિટી) આપે છે.
  •  આધુનિક ફિક્શ્ચર ડિઝાઇન વડે ઘણા યંત્રભાગોને એક જ સમયે ફિનિશ કરવાની સગવડ મળે છે, જેથી ફિનિશિંગ માટે લાગતો સમય ઘટી જાય છે.

તકનીકી સફળતા
  • વિકસિત AFFM-150D મશીન, 200 મિમી વ્યાસ અને 300 મિમી ઉંચાઇવાળા યંત્રભાગોને સમાવી શકે છે. 15 થી 100 બારની રેન્જમાં વ્હેરિએબલ હાઇડ્રૉલિક પ્રેશર.
  •  પિસ્ટનની ગતિ સક્રિય કરવા માટે સીલિંગની જોગવાઈ અને 250 મિમી સ્ટ્રોક લંબાઈ ધરાવતું હાઇડ્રૉલિક પાવર પૅક વિકસાવવામાં આવેલ છે.
  •  વિસ્કો-ઇલૅસ્ટિક ઍબ્રેઝિવ્હ પૉલિમર માધ્યમનું કાર્ય તાપમાન પર આધારિત હોવાથી, અને ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ પ્રક્રિયાના શ્રેષ્ઠ રિયોલૉજીકલ (પ્રવાહ અંગેના) ગુણધર્મો માટે, તેનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રાખવું પડે છે. એના માટે એક તાપમાન નિયંત્રણ એકમ વિકસિત કરવામાં આવ્યો છે.
  •  પૉલિમર અને ઍબ્રેઝિવ્હ કણોના સમાન વિતરણ માટે વિકસિત બે-રોલ વાળા મિક્સર મશીનનો ઉપયોગ કરીને વિસ્કો-ઇલૅસ્ટિક ઍબ્રેઝિવ્હ પૉલિમર માધ્યમનું મિશ્રણ સ્વચાલિત રીતે કરવામાં આવે છે.



ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ મશીન માટે વપરાયેલા વિસ્કો-ઇલૅસ્ટિક મટીરિયલનું વ્યાપારી નામ સિલી પુટ્ટી છે, અને રાસાયણિક નામ પૉલી-ડાઇમિથાઇલ-સાયલોક્સોન છે. આ સિલી પુટ્ટી મટીરિયલને (ચિત્ર ક્ર. 13) ઍબ્રેઝિવ્હના ઝીણા કણો સાથે (દા.ત. એલ્યુમિના અથવા સિલિકોન કાર્બાઇડ) ભેળવવામાં આવે છે અને તેમાંથી બનતું મિશ્રણ બધી સપાટીઓ અને ધારો પર તેમજ મશીનની અંદરના જટિલ પોલાણોમાં ફેરવવામાં આવે છે. સિલી પુટ્ટી મટીરિયલ વિસ્કો-ઇલૅસ્ટિક (અર્ધ પ્રવાહી) હોવાથી તેના પ્રવાહ સાથે તીક્ષ્ણ ઍબ્રેઝિવ્હ કણો સરળતાથી વહી શકે છે.

14_1  H x W: 0

પૉલિમર અને ઍબ્રેઝિવ્હનું પ્રમાણ
AFFM-150D માટે, વિસ્કો-ઇલૅસ્ટીક પૉલિમર (સિલી પુટ્ટી) અને સિલિકોન કાર્બાઇડ ઍબ્રેઝિવ્હ વજનના પ્રમાણમાં 1: 1 ગુણોત્તરમાં (દા.ત. 7 કિલો સિલી પુટ્ટી + 7 કિલો ઍબ્રેઝિવ્હ) મિશ્રિત કરવામાં આવે છે.

એ કરવા માટે ઉપયોગ કરવામાં આવતા મશીનની રચનામાં ચિત્ર ક્ર. 14 માં દર્શાવ્યા મુજબ બે રોલ હોય છે અને એ રોલની વચ્ચેના ગાળામાં સિલી પુટ્ટી અને ઍબ્રેઝિવ્હ કણો યોગ્ય રીતે મિશ્રિત કરવામાં આવે છે. ચિત્ર ક્ર. 15 માં આ મશીન દર્શાવેલ છે. AFFM-150D માટે, સિલિકોન કાર્બાઇડ ઍબ્રેઝિવ્હનો ઉપયોગ થાય છે.

વિવિધ પ્રકારની કાર્યવસ્તુઓ માટે પૉલિમર માધ્યમના (સિલી પુટ્ટી) વિવિધ, એટલે કે નીચી, મધ્યમ અને ઉચ્ચ વ્હિસ્કૉસિટી વાળા સેટ્સની જરૂર હોય છે. ઓછી વ્હિસ્કૉસિટી (5000 Pa-s કરતા ઓછી), મધ્યમ વ્હિસ્કૉસિટી (5000 - 30000 Pa-s ) અને ઉચ્ચ વ્હિસ્કૉસિટી (30000 Pa-s થી વધુ).

18_1  H x W: 0


19_1  H x W: 0

ઉદાહરણ તરીકે
1. ઓછી વ્હિસ્કૉસિટી માધ્યમનો ઉપયોગ 5 મિમી કરતા ઓછા કદના પોલા માર્ગ વાળા યંત્રભાગોનું ફિનિશિંગ અથવા ડીબરિંગ અથવા ખૂણાઓને ગોળપણું આપવા માટે થાય છે.
2. ઍલ્યુમિનિયમ પ્રોપેલરનું (ચિત્ર ક્ર. 3) ફિનિશિંગ અથવા ડિબરિંગ કરવા માટે અથવા ખૂણાઓને ગોળપણું આપવા માટે મધ્યમ વ્હિસ્કૉસિટી વાળા માધ્યમનો ઉપયોગ થાય છે.
3. 45 HRC કરતા વધુ કઠણ મટીરિયલનું ફિનિશિંગ અથવા ડિબરિંગ કરવા માટે અથવા ખૂણાઓને ગોળપણું આપવા માટે ઉચ્ચ વ્હિસ્કૉસિટીનું માધ્યમ વપરાય છે.

વિસ્કો-ઇલૅસ્ટીક ઍબ્રેઝિવ્હ પૉલિમરનો ફરીથી ઉપયોગ (રિસાયકલ) કરવામાં આવતો નથી. ચોક્કસ સમયગાળા માટે વિસ્કો-ઇલૅસ્ટીક ઍબ્રેઝિવ્હ પૉલિમરનો ઉપયોગ કરવામાં આવ્યા પછી, ઍબ્રેઝિવ્હ કણો બુઠ્ઠા થઈ જાય છે અને સિલી પુટ્ટી મટીરિયલ પણ તેના વિસ્કો-ઇલૅસ્ટિક ગુણધર્મોને ગુમાવે છે.

16_1  H x W: 0
અન્ય ફાયદા
  •  ઓછા આવર્તન કાલમાં આવશ્યક સપાટી ફિનિશ પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા પૅરામીટર્સનું ઑપ્ટિમાઇઝેશન
  •  AFFM-150D નો ઉપયોગ કરીને 55 HRC સુધીનું કઠણપણું ધરાવતા વિવિધ મટીરિયલમાંથી બનેલા યંત્રભાગોનું નૅનોમેટ્રિક ફિનિશ
 1 મિમીની જાડાઈ વાળા દુર્ગમ માર્ગ / વિભાગોમાં પણ ડિબરિંગ કરી શકાય
  •  મહત્તમ 0.65 મિમી સુધીની તીક્ષ્ણ ધારને ગોળપણું આપવું શક્ય છે.
  •  સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ માટે શ્રેષ્ઠ સપાટી રફનેસ <50 µm Ra
  •  ઉત્પાદન ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યોમાં વપરાતા વિવિધ પડકારજનક યંત્રભાગોનું ફિનિશિંગ ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનીશિંગ મશીન પર સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યું છે.

ડિબરિંગ અને રેડિયસિંગ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે, તે જોવા માટે બાજૂમાં આપેલ બે QR કોડ આપના મોબાઇલ પર સ્કૅન કરો.
 
 
AFFM-150D નો ઉપયોગ કરીને 150 થી વધુ યંત્રભાગોનું ફિનિશિંગ સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં, મોટાભાગના ગ્રાહકો ઘણા મહત્વપૂર્ણ ભાગોને ફિનિશ કરવા માટે મૅન્યુઅલ પૉલિશિંગ અથવા પરંપરાગત ફિનિશિંગ પ્રક્રિયાઓનો ઉપયોગ કરતા હતા. ઍબ્રેઝિવ્હ ફ્લો ફિનિશિંગ મશીન (AFFM-150D) મૅન્યુઅલ ફિનિશિંગ માટેનો એક ઉત્તમ વિકલ્પ છે. મહત્વપૂર્ણ યંત્રભાગોને નૅનોમેટ્રિક સપાટી ફિનિશ આપવામાં આ સ્વચાલિત ફિનિશિંગ તકનીકનો ઉપયોગ કરવાથી વધુ કાર્યક્ષમતા અને ઉત્પાદકતા મળે છે.
@@AUTHORINFO_V1@@