મલ્ટી ગેજિંગ સોલ્યુશન

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    19-Oct-2020   
Total Views |
 
2_2  H x W: 0 x
 
કો ઈ એક યંત્રભાગના એક થી વધુ પૅરામીટર્સ તપાસનાર ગેજિંગ ટેકનોલોજી એટલે ‘મલ્ટી ગેજિંગ સોલ્યુશન’ જે તેના નામ પરથી જ સ્પષ્ટ થાય છે. કારખાનામાં તૈયાર થયેલ ઉત્પાદન યોગ્ય ગુણવત્તાનું છે કે નહિ, તે ચકાસવું જરૂરી હોય છે. આ ચકાસણી માટે યોગ્ય હોય તેવું સાધન પણ ઉપલબ્ધ હોવું જરૂરી હોય છે. ઓછામાં ઓછા સમયમાં ચોકસાઈપૂર્વકની ચકાસણી કરવા માટે નીચે વર્ણવેલ પૈકી જો એક અથવા વધુ માપદંડો લાગુ પડતા હોય તો ‘મલ્ટી ગેજિંગ’ વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
 
મલ્ટી ગેજિંગ માપદંડો
• મોટા પ્રમાણમાં થનારું ઉત્પાદન 
• મહત્ત્વના તમામ પૅરામીટર ચકાસવા માટે લાગતો વધુ સમય
• અત્યંત મહત્ત્વનું (ક્રિટિકલ) ઉત્પાદન
• મહત્ત્વના તમામ પૅરામીટર ચકાસવા માટે એકથી વધુ ગેજની આવશ્યકતા 
• ચકાસણી માટે વધુ માણસોની જરૂરિયાત
• યંત્રભાગની ટ્રેસેબિલિટી જરૂરી
• માપન બાદ સ્વીકૃત (ઓકે)/અસ્વીકૃત (નોટ ઓકે)/ગ્રેડિંગ/સિલેક્ટિવ અસેમ્બ્લી (યંત્રભાગ વ્યવસ્થિતરીતે જુદા પાડવાની આવશ્યકતા) 
• પૂર્ણ ખાતરી માટે માર્કિંગ કરવું જરૂરી
• ટ્રેસેબિલિટી માટે સ્કેનિંગ થતા યંત્રભાગ પર 2D માર્ક.
• મહત્ત્વના યંત્રભાગ તપાસવા માટે CMM ની જરૂર પડશે અને તે માટે લાગતો સમય તેમજ તેની ઉપલબ્ધતાનો અભાવ
• અંતિમ ગ્રાહકને પણ યોગ્ય માહિતી (ડેટા) સાથે સતત સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ (SPC) જરૂરી.
જો ઉપર વર્ણવ્યા મુજબની પરિસ્થિતિ હોય, તો મલ્ટી ગેજિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

2_1  H x W: 0 x 
 આદર્શ પ્રક્રિયા
આ ગેજિંગ યુનિટ્સ પ્રત્યેક જરૂરિયાતને ધ્યાનમાં રાખી (ટેલર મેડ) આપવામાં આવે છે. એટલા માટે ગ્રાહકની જરૂરિયાતને બરાબર સમજે અને સાંભળવાની જેની તૈયારી હોય તેવો ભાગીદાર/સહયોગી શોધવો એ અત્યંત મહત્ત્વની બાબત છે. એ માટે આદર્શ પ્રક્રિયા સાધારણપણે નીચે વર્ણવ્યા પ્રમાણે હોવી જોઈએ:
 
• યંત્રભાગનું ચિત્ર (ડ્રૉઈંગ) ગેજ ઉત્પાદકને આપવું.
• મલ્ટી ગેજિંગમાં જે પૅરામીટરનો સમાવેશ કરવાની જરૂર હોય તેમનું બે પ્રકારે વર્ગીકરણ કરવું.
1. અત્યાવશ્યક પૅરામીટર
2. અન્ય ઐચ્છિક પૅરામીટર
• જે શક્ય હોય અને જે કિફાયતી હોય તેનો સમાવેશ કરવામાં આવશે..
• ઉત્પાદન પ્રક્રિયાની ચર્ચા કરવી
• ઉત્પાદનના ક્યા તબક્કામાં ગેજનો ઉપયોગ કરવો તે નક્કી કરવું.
• ગેજનો ઉપયોગ કરવાથી રાખવામાં આવતી અગત્યની અપેક્ષાઓ: જ્યારે મૂડીનું રોકાણ કરી કોઈ એક ગ્રાહક એક મશીન કે ઉપકરણ ખરીદે છે, ત્યારે તેમાં એના દ્વારા અપેક્ષિત દરેક બાબતો અને ખાસિયતો તેની અંદર હોય, એવી તેની ઇચ્છા હોય છે. આપણે જાણીએ છીએ કે ગોળ નાંખો એટલું ગળ્યું થાય, એટલે કે જેટલી ખાસિયતો વધારે એટલી એની કિંમત વધુ હોવાની. જ્યારે ઉપકરણ હાથમાં આવે ત્યારે કામ પૂર્ણ કરવા માટે જે જરૂરી હોય તે બાબતો એમાં ન હોય અથવા તો જે વર્ણવવામાં આવી હોય તે ખાસિયતો એમાં ન હોય, તો એ ગ્રાહકને અસંતોષ થાય એ સ્વાભાવિક છે.
 
• ઉત્પાદન ચકાસવા માટે હાલમાં લાગતા અને ભવિષ્યમાં અપેક્ષિત સમયગાળાની વિગતો
• સંકલ્પનાનું ડ્રૉઇંગ મેળવી લેવું
• તકનીકી સમસ્યાઓ પર ગેજ ઉત્પાદકો સાથે કામ કરવું.
• તમામ આવશ્યક પૅરામીટરની ચકાસણી માટે બધા ઉપલબ્ધ વિકલ્પો વિશે શરૂઆતમાં જ વિચાર કરવો. એક સેટઅપમાં ઓછામાં ઓછા ગેજિંગ સ્ટેશન હોય તેવો રસ્તો શોધવો. 
• જો ગેજ ટેકનિકલ અપેક્ષાઓ પૂર્ણ કરે તો જ કોટેશન મંગાવો. 
• વ્યાવસાયિક બાબતો: આ બાબતની વધુ ઊંડાણપૂર્વક સ્પષ્ટતા કરવાની જરૂર નથી, માત્ર પૂરવઠામાં શું સમાવવામાં આવેલ છે, તે વ્યવસ્થિત રીતે સમજી લેવું અગત્યનું છે. જો તુલના કરવી હોય તો એ તુલના પણ ચોકસાઈપૂર્વક વ્યવસ્થિતપણે કરવી અત્યંત જરૂરી છે, કેમકે એકજ ડિઝાઈનથી બનાવેલ વસ્તુના પૅરામીટર ભલે ચકાસવાના હોય પણ તેના માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ અલગ અલગ હોઈ શકે છે અને તેથી ગેજ ઉત્પાદકોએ આપેલા વિકલ્પો દરેક પૂરવઠા સાથે બદલી શકે છે.
• ગેજ ઉત્પાદકોનો ઈતિહાસ/પૃષ્ઠભૂમિ કેટલી મહત્ત્વની છે એ બાબત અલગ રીતે સમજાવવાની કે ચર્ચા કરવાની જરૂર નથી. કેમકે આ એક કૅપિટલ ગુડસ્ છે, એટલે તમે એવી અપેક્ષા રાખો કે, જ્યાં સુધી એ યંત્રભાગનું તમારું ઉત્પાદન ચાલુ રહે ત્યાં સુધી એ ગેજ પણ કાર્યરત રહે. એટલે જ જે સહયોગીઓને બહોળો અનુભવ છે, જેની પાસે સર્વિસ સેટઅપ છે, બેકઅપ સપોર્ટ છે અને આજના આ સ્પર્ધાત્મક જગતમાં ભવિષ્યના આગલા દશકમાં ટકી રહેવાની જેની ક્ષમતા અને ખાતરી છે એવો સક્ષમ સહયોગી/ભાગીદાર શોધવો પણ અત્યંત મહત્ત્વનું છે. 
• ઑર્ડર નોંધાવતા પૂર્વે ઉત્પાદન સ્વીકૃતિના માપદંડ માટે સંમતિ મેળવી લેવી. 
• ઉત્પાદનની ડિલિવરી પૂર્વે સપ્લાયરને ત્યાં જ યંત્રભાગનું પરીક્ષણ અને નિરીક્ષણ એ મંજૂરી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ. એમ કરવાથી ભવિષ્યમાં સર્જાતી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જોકે એક બાબત સ્પષ્ટ છે કે સપ્લાયરની ઈચ્છા હોય તો પણ તેઓ ગ્રાહકના કારખાનામાં આવીને ગ્રાહકની તમામ સમસ્યાઓનું નિવારણ કરે એ કોઈ રીતે શક્ય નથી.
ગેજિંગ માટેના સામાન્ય સોલ્યુશનમાં કોષ્ટક ક્ર. 1 માં આપવામાં આવેલ મુખ્ય બાબતો સામેલ કરવામાં આવતી હોય છે. કોષ્ટક ક્ર. 1 માં આપવામાં આવેલ ફલો ચાર્ટ, માત્ર મલ્ટી ગેજિંગ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવવા માટે જ આપવામાં આવેલ છે.

4_2  H x W: 0 x
4_1  H x W: 0 x 
 
મલ્ટી ગેજિંગ સોલ્યુશનના ફાયદાઓ 
• તમામ પૅરામીટર તપાસવા માટે સામાન્ય રીતે માત્ર એક જ તપાસનીસ અધિકારી/ચકાસણી યંત્રણાની જરૂર પડે છે.
• માપન માટે સમય ઓછો લાગે છે.
• ડેટા સ્વયંચલિત રીતે રેકોર્ડ થાય છે. 
• ઑનલાઈન SPC અભ્યાસ.
• યંત્રભાગની ટ્રેસેબિલિટી કાયમ જાળવી શકાય છે. 
•સ્વીકૃત યંત્રભાગ માટે માર્કિંગનું ઇન્ટરફેસિંગ કરી શકાય છે. 
• સ્વીકૃત અને અસ્વીકૃત ભાગોને સ્વચાલિત પદ્ધતિ દ્વારા વર્ગીકૃત કરી શકાય છે. 
•માત્ર તપાસણીની કુશળતા પર નિર્ભર રહેવાની જરૂર લગભગ રહેતી નથી
મલ્ટી ગેજિંગને સફળ બનાવવા માટે પસંદ કરેલ ભાગીદારની સાથે મળીને એક ટીમ તરીકે કામ કરવું એ સૌથી વધુ મહત્ત્વનું છે. 
 

abhay_1  H x W: 
અભય હંચનાલ
વ્યવસ્થાપકીય સંચાલક, માઈક્રોનિકસ ગેજેસ પ્રા. લિ.
9822004679
 
અભય હંચનાલ માઈક્રોનિકસ ગેજેસ પ્રા. લિ. કંપનીમાં વ્યવસ્થાપકીય સંચાલક છે.
 
 
@@AUTHORINFO_V1@@