ક્વિક રિલીઝ કપલિંગના (ક્યૂ.આર.સી.) હજારો પ્રકાર છે. અમે એ પૈકી ત્રણ હજાર પ્રકારનાં ક્વિક રિલીઝ કપલિંગ બનાવીએ છીએ અને વિશિષ્ટ ચકાસણી માટે જરૂરી ક્વિક રિલીઝ કપલિંગ બનાવવાં અમારી ખાસિયત છે. કપલિંગની ચકાસણી કરતી વખતે પ્રત્યેક વાર કપલિંગને થ્રેડમાં બેસાડી હવા ચાલુ કરવાની હોય છે, જેમાં 30 સેકંડનો સમય જાય છે, જ્યારે અમે તૈયાર કરેલાં કપલિંગ વાપરીને એ જ કામ 3 થી 5 સેકંડમાં કરી શકાય છે. એ પછી અમારા ધ્યાનમાં એક વાત આવી કે આ ફક્ત કપલિંગ માટે જ નહિ, લીકેજ તપાસણી માટે પણ ઉપયુક્ત રહેશે. આ એક વિશેષ ચકાસણી માટે જરૂરી કપલિંગ છે. સાદા કપલિંગ ફક્ત પ્રવાહને ચાલુ-બંધ કરવા માટે વપરાય છે. અમારા કપલિંગ 300 બાર દબાણ સુધી વાપરી શકાય છે.
ઉદ્યોગક્ષેત્રની અંદર તૈયાર ઉત્પાદનોમાં ક્યાંય લીકેજ તો નથી ને, એ અનેક વખત ચકાસવું પડે છે. (દા. ત. ઈંધનની ટાંકીઓ, ઈંધન વાહક નળીઓ, ફિલ્ટર) એ તપાસ કરતી વખતે એના એક ભાગમાં ઉચ્ચ દબાણની હવા અથવા પ્રવાહી ભરવામાં આવે છે અને એ પછી બાકીના બધાજ માર્ગો બંધ કરીને લીકેજ તપાસવામાં આવે છે. આ તપાસ કરતી વખતે પ્રવાહી ભરવા માટે જોડવામાં આવેલ અને બંધ હોય, એવી બધી જ જગ્યાએ લીકેજ થાય તો ના ચાલે. આવા માર્ગો લીક-પ્રૂફ રીતે જોડવા માટે અને જોડાણ માટેનો સમય ઓછામાં ઓછો કરવા માટે, અમે આ પ્રકારના ક્વિક રિલીઝ કપલિંગનું નિર્માણ કર્યું છે.
લીકેજ ટેસ્ટિંગ ક્યૂ.આર.સી. (ચિત્ર ક્ર. 1)
અમે છેલ્લા કેટલાક વર્ષોથી સાદા ક્યૂ.આર.સી. બનાવીએ છીએ. આ ક્યૂ.આર.સી. તૈયાર કર્યા બાદ એમાં કોઈ લીકેજ તો નથી એ 6 બાર દબાણની હવા દ્વારા તપાસવું પડે છે. એની માટે કપલિંગનો એક છેડો બંધ કરીને બીજા છેડાથી ઉચ્ચ દબાણની હવા અથવા પ્રવાહી ભરવું પડે છે.
1. ચકાસણી કરતી વખતે સમય ખૂબ લાગે છે. અને જોડાણના ઠેકાણે લીકેજ થાય છે.
2. પહેલાં અમે કપલિંગ પર હોઝ પાઇપ ચઢાવીને અને નટ લગાડીને ચકાસણી કરતા હતા.
3. પાઇપ ચઢાવીને એમાં ક્લિપ બેસાડવામાં સમય લાગે છે અને ક્લિપ યોગ્ય રીતે ન બેસે, તો ત્યાં લીકેજ થાય છે. થ્રેડિંગ પર નટ ચઢાવવામાં સમય જાય છે અને વોશર ખરાબ હોય અથવા આંટા પૂરી રીતે ન કસવામાં આવે, તો પણ તે કારણે ત્યાંથી લીકેજ થાય છે.
4. લીકેજ તપાસતી વખતે જોડાણ પાસે લીકેજ હોય, તો તે દેખાઈ જાય છે.
ઉપરોક્ત પદ્ધતિમાં ચકાસણી કરનાર કારીગર અને એની કાર્ય-કુશળતા ઉપર આધાર રાખવો પડે છે.
લીકેજ ટેસ્ટિંગ ક્યૂ.આર.સી. વાપરીને તપાસણીની પદ્ધતિમાં ક્યાંય કૌશલ્યની જરૂર પડતી નથી. તેમજ ક્યૂ.આર.સી.ના છેડાને જોડવામાં કોઈ પણ ભૂલ થવાને કારણે ત્યાંથી લીકેજ ન થાય એવી રચના કરવામાં આવી હોય છે. તેમજ અમારા આ ક્યૂ.આર.સી.માં છેડો બંધ કરવા માટે લાગતો સમય અનેક ગણો ઓછો થાય છે. અને લીકેજ જરાપણ થતું નથી. તેના કારણે અંદરના પ્રવાહીનું દબાણ કાયમ રહે છે. તપાસણી થઈ શકે એવા નંગોની સંખ્યા દર કલાકે અનેક ગણી વધે છે.
અનેક ઉદ્યોગોમાં આ પ્રકારની લીકેજ ચકાસણી (ટેસ્ટિંગ) કરાવવી પડે છે. એવી બધી જગ્યાએ આ ક્યૂ.આર.સી. ઉપયોગી નિવડે છે. અમે અનેક પ્રકારના છેડાઓ માટે આવાં કપલિંગ બનાવ્યાં છે. એના બે જુદા ઉદાહરણો આગળ આપેલ છે.
ઉદાહરણ 1
ચિત્ર ક્ર. 2 માં દેખાડવામાં આવેલ ફ્લઁજ એક દબાણ ધરાવતી ટાંકી ઉપર વેલ્ડિંગ થાય છે. એ ટાંકી ની 0.5 બાર દબાણની હવાથી તપાસણી કરતાં, ફ્લઁજ પર એક ઢાંકણ લગાડીને એને ઓછામાં ઓછા ત્રણ સ્ક્રૂ વડે સજ્જડ બંધ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે ઓછામાં ઓછી 49 સેકંડ લગતી હતી અને પૂર્ણ લીકેજ બંધ થવાની ખાતરી ન હતી. એની માટે જો અમે આપેલ કપલિંગ વાપરવામાં આવે તો એ કામ 3 સેકંડમાં પૂર્ણ થાય છે. કપલિંગ અંદર દબાવવા પર બહારનો દાંડો ફેરવીને એમાંના 6 બોલ, રિંગમાંથી બહાર આવીને કપલિંગ, ફ્લઁજ પર ચુસ્ત બેસી જાય છે. અને આ જોડાણ લીક ટાઈટ થાય છે.
ઉદાહરણ 2
ચિત્ર ક્ર. 3 માં દેખાડવામાં આવેલ કનેક્ટર બીજા ભાગના 10 બાર દબાણની હવાથી પ્રેશર તપાસવા માટે ઇનલેટ કનેક્શન તરીકે વપરાય છે. એ પ્રેશરમાં ટકી શકે અને ચુસ્ત રીતે પકડી શકાય એ માટે એની અંદર ત્રણ ‘O’ રિંગ આપીને, બહારના કનેક્ટર ઉપર પકડવા માટે એક રિંગ આપવામાં આવી છે. કપલિંગ કનેક્ટરમાં બેસાડીને ફક્ત રિંગ ફેરવીને કપલિંગને સજ્જડ રીતે બેસાડી શકાય છે અને પ્રેશર ચકાસી શકાય છે. એને માત્ર 0.5 સેકંડ જેટલો જ સમય લાગે છે.
આ કપલિંગના જોડાણની આસપાસ કોઈ લીકેજ થતું નથી. એટલા માટે અંદરનું દબાણ કાયમ રહે છે અને જોડાણ ઓછા સમયમાં થતું હોવાથી તપાસણીની ઉત્પાદકતા વધે છે. આ જોડાણ પ્રચલિત પદ્ધતિ કરતાં પાંચ થી વીસ ગણું ઝડપથી થાય છે. (દા. ત., પ્રચલિત પદ્ધતિમાં આ જોડાણ કરવા માટે 60 સેકંડ લાગતી હોય, તો અમારા ક્યૂ.આર.સી.ને કારણે આ જોડાણ 3 થી 10 સેકંડમાં થઈ શકે છે.) આવા પ્રકારના અમુક ઉત્પાદનો આયાત કરવામાં આવે છે. એ ઉત્પાદનોના વૈકલ્પિક ઉત્પાદનો અમે ઓછી કિંમતે બનાવીએ છીએ. એની માટે અમને ઑટોમોબાઇલ કૉમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન તરફથી ‘એક્સલન્સ ઇન મેક ઇન ઈન્ડિયા ડ્રાઈવ’નું સમ્માન મળ્યું છે.
શશાંક ગદ્રે
સંચાલક, સીલંટ ઍન્ટરપ્રાઇઝેસ
9881129019
શશાંક ગદ્રે સીલંટ એન્ટરપ્રાઇઝેસ આ કંપનીના સંચાલક છે. છેલ્લા 30 થી વધુ વર્ષોથી આ કંપની QRC ક્ષેત્રમાં નવીનતમ ઉત્પાદનો ગ્રાહકોને આપે છે.