એક્સેન્ટ્રિક ખાંચ માટે પ્રોગ્રામિંગ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    14-Oct-2020
Total Views |
 
 
નૉન કૉન્સેન્ટ્રિક ટર્નિંગ કરનાર ટર્નિંગ સેન્ટર પર કાર્યવસ્તુ પકડવા માટે કાર્યવસ્તુની સાથે સંતુલિત રહે એવું એક વિશેષ ઉત્કેન્દ્રી (એક્સેન્ટ્રિક) કાર્યવસ્તુ ધારક (હોલ્ડર) જરૂરી હોય છે. એના માટે એક હજી વધુ મશીન તથા કર્મચારીની જરૂર હોય છે. એના કારણે વર્ક ઇન પ્રોગ્રેસ (WIP) અર્થાત જેના પર કામ ચાલુ હોય તેવી કાર્યવસ્તુઓની સંખ્યા વધી જાય છે છે. આ ઉપરાંત કાર્યવસ્તુના લોડિંગ અને અનલોડિંગનો સમય વધે છે અને સાથે સાથે મટીરિયલને સાચવવાની જરૂરિયાત પણ વધે છે. 
 
પરંતુ, જો આ કાર્ય સમાન્ય રીતે કાર્યવસ્તુને પકડીને કરી શકાય, એટલે અક્ષોનું સંચલન અને સ્પિન્ડલના ફરવાના સંયુક્ત પરિણામ વડે અને નળાકાર યંત્રણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કરવામાં આવે તો વધારાના મશીન, કર્મચારીઓ અને વર્ક ઇન પ્રોગ્રેસની જરૂરિયાતો ઓછી થઇ જાય છે. નિશ્ચિત ફીડનું (મિમી./ફેરા) ચયન કરવાથી સ્પિન્ડલના પ્રત્યેક ફેરામાં પ્રોગ્રામ કરવામાં આવેલ ફીડ દ્વારા ટૂલ આગળ વધે છે. એના દ્વારા આંતરિક અથવા તો બાહ્ય વ્યાસ પર (ID અથવા OD) હેલિક્સ બનાવવામાં આવે છે. પણ ફેસ પર બનનાર હેલિક્સનો વ્યાસ બદલતો (ડાયનેમિક) હોય છે. 

2_2  H x W: 0 x 
 
તેલના વહેવા માટે ફેસ પર ની ઉત્કેન્દ્રી ખાંચ
ફેસ પર ઉત્કેન્દ્રી ખાંચ અર્થાત ગ્રૂવ હોય તેવો પાર્ટ બનાવવા માટે થ્રેડિંગ G કોડ (સામાન્ય રીતે G33 અથવા G32) નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાથે જ આર.પી.એમ. તથા પિચ માટે જરૂરી ગણના કોષ્ટક ક્ર. 1 માં આપવામાં આવી છે. 

2_1  H x W: 0 x 
 
પ્રોગ્રામ 
O2121 
N1 T0000 X0 Z0 
T0101 (ફેસ પર ગ્રૂવ હોય તેવું ટૂલ) 
G97 S150 M4
(ઇન્સર્ટ ડાઉન થાય એવા ટૂલનો ઉપયોગ કરો)
(ઇન્સર્ટ અપ થનારા ટૂલ માટે M3 નો ઉપયોગ કરો)
G0 X200.0 Z50.0 M7 
X78.0 Z10.0 
Z-35.0 
G1 Z-36.0 F0.5
(સિંગલ બ્લૉકમાં ન ચલાવો)
(પ્રથમ ફેરો) 
G33 X110.0 Z-36.1 F32.0 Q0 (0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-36.2 F32.0 (180° થી 0° સંચલન)
(બીજો ફેરો)
G33 X110.0 Z-36.3 F32.0 Q0 (0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-36.4 F32.0 (180° થી 0° સંચલન)
(ત્રીજો ફેરો)
G33 X110.0 Z-36.5 F32.0 Q0 
(0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-36.6 F32.0 (180° થી 0° સંચલન) 
(ચોથો ફેરો) 
G33 X110.0 Z-36.7 F32.0 Q0
(0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-36.8 F32.0 
(180° થી 0° સંચલન) 
(પાંચમો ફેરો) 
G33 X110.0 Z-36.9 F32.0 Q0
(0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-37.0 F32.0
(180° થી 0° સંચલન) 
(છઠ્ઠો ફેરો) 
G33 X110.0 Z-37.1 F32.0 Q0 
(0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-37.2 F32.0
(180° થી 0° સંચલન) 
(સાતમો ફેરો) 
G33 X110.0 Z-37.3 F32.0 Q0
(0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-37.4 F32.0 
(180° થી 0° સંચલન) 
(આઠમો ફેરો) 
G33 X110.0 Z-37.45 F32.0 Q0 
(0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-37.5 F32.0
(180° થી 0° સંચલન) 
(અંતિમ ખાલી ફેરો) 
G33 X110.0 Z-37.5 F32.0 Q0
(0° થી 180° સંચલન) 
G33 X78.0 Z-37.5 F32.0 
(180° થી 0° સંચલન) 
(બહાર) 
G33 X78.0 Z-36.0 F20.0 (બહાર) 
G0 Z20.0 M9 
T0000 X0 Z0 M5 
M30 
 
ટિપ્પણી
• કાર્યવસ્તુની સામગ્રી અને વ્યાસ અનુસાર ખાંચની ઊંડાઈ બદલવી જરૂરી હોય છે. 
• વધુમાં વધુ ફીડ મિમી./મિનિટ (આર.પી.એમ. × મિમી./ફેરા) 10,000 મિમી./મિનિટ થી વધુ ન હોવી જોઈએ. ફીડ એની મહત્તમ ગતિની 50-75% સીમામાં હોય એ જરૂરી છે.
 
 

kashinath_1  H  
કાશિનાથ પત્નાશેટ્ટી
હેડ : ઍપ્લિકેશન સપોર્ટ ગ્રુપ,
એસ ડિઝાઈનર્સ લિ.
9844048876 
કાશિનાથ પત્નાશેટ્ટી 'એસ. ડિઝાઈનર્સ લિ.', ઍપ્લિકેશન સપોર્ટ ગ્રુપના હેડ છે. આપની પાસે મશીન બિલ્ડિંગ અને ઍપ્લિકેશન, ઉત્પાદકતા વૃદ્ધિ જેવા ક્ષેત્રોનો 27 વર્ષોનો અનુભવ છે
 
 
@@AUTHORINFO_V1@@