સપાટીના ફિનિશની સંભાળ રાખવા માટે કાર્યવસ્તુનું હઁડલિંગ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    14-Oct-2020
Total Views |
 
આપણાં કારખાનામાં ઉદ્ભવતી સમસ્યાઓનો ઉકેલ ઘણી વાર આપણે ત્યાં કામ કરતા માણસો જ લાવતા હોય છે. આ સમસ્યાઓ એક તો ઉત્પાદન, નહિ તો પ્રક્રિયાની જોડે સંકળાયલી હોય છે. સમસ્યાનું મૂળ ક્યાં છે તે નક્કી થયા બાદ ઉકેલ લાવવું સહેલુ થાય છે. અમારી કંપની, ‘ફ્યુએલ ઇન્સ્ટ્રુમેન્ટસ્ અઁડ એન્જીનિયર્સ પ્રા. લિ.’ (FIE), માં કાર્યવસ્તુઓનું ઉત્પાદન મોટી સંખ્યામાં થાય છે. મોટા પાયે કામ થતું હોય, ત્યારે નાની નાની સમસ્યાઓની અસર પણ ગંભીર હોય છે. અમારા કારખાનામાં આવી જ એક સમસ્યા આવી અને તેનો ઉકેલ કેવી રીતે શોધાયો તેની માહિતી આ લેખમાં આપેલી છે.

2_2  H x W: 0 x 
 
સમસ્યા
FIE માં ઍલ્યુમિનિયમની નાની, 20 મિમી. વ્યાસવાળી, કાર્યવસ્તુઓનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. દર 3 સેકંડે 1 નવી કાર્યવસ્તુ બને છે. એક મહીનામાં આવી 11 લાખ કાર્યવસ્તુઓ બનાવવાની ક્ષમતા કંપની ધરાવે છે. આવી વિશાળ સંખ્યાના ઉત્પાદનમાં અમારે વિભિન્ન નાની નાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. એમાંથી એક સમસ્યા હતી કાર્યવસ્તુના સપાટીના ફિનિશ અંગેની.
 
ઍલ્યુમિનિયમ ધાતુ પર કામ કરતી વખતે સૌથી મોટી સમસ્યા એ હોય છે, કે એમાંથી બનાવેલ વસ્તુઓના હઁડલિંગમાં તેનો આકાર બગડી જાય છે અથવા તેના પર ગોબા/લિસોટા, કાપા પડી જાય છે.
 
જૂની પદ્ધતિ
અમારે ત્યાં 8 મશીનિંગ સ્ટેશન વાળા રોટરી મશીન ઊપર કાર્યવસ્તુઓનું નિર્માણ થાય છે. ઑટો ફીડર દ્વારા મશીનને કાચા માલનો પુરવઠો કરવામાં આવે છે. મશીનમાંથી દર 3 સેકંડમાં 1 એ ગતિથી બહાર પડતી તૈયાર કાર્યવસ્તુઓ એક બિનમાં ભેગી કરવામાં આવે છે. તે દરમ્યાન એ વસ્તુઓ એક બીજાપર અથળાઈને તેમાં ખાડા/લીસોટા પડતા હતાં, એવું નિરીક્ષણ (ઇન્સ્પેક્શન) દરમિયાન જોવા મળતું હતું. એને અટકાવવા માટે બિનમાં સ્પંજ, રબર જેવી કોઈ નરમ વસ્તુ મુકવાની પ્રથા પહેલા હતી. પણ મશીનમાંથી બહાર પડતી વસ્તુઓની સંખ્યા ઘણી હોવાના કારણે આ ઉપાય બહુ સારા પરિણામ આપતો નહતો.
 
નવી પદ્ધતિ
સતત પ્રયત્નો અને નવાનવા પ્રયોગોદ્વારા આ સમસ્યાનો સરળ પણ અસરકારક ઉકેલ કંપનીમાં જ શોધવામાં આવ્યો. તૈયાર થયેલી તમામ વસ્તુઓ જે બિનમાં ભેગી થાય છે, તેની અંદર પહેલેથી પાણી ભરી રાખવાનું નક્કી કરવામાં આવ્યું. હવે તૈયાર વસ્તુ જેમ બિનમાં પડે, (ચિત્ર ક્ર. 1) તેમ પાણીની અંદરની વિરોધી તરણશક્તી (બૉયન્સી) તેની પડવાની ગતી ઘટાડી દે છે. હવે આ વસ્તુઓ પાણીમાં એકબીજા પર ધીમી ગતિથી પડવા માંડી. જ્યારે મશીનમાં તૈયાર થયેલી વસ્તુઓ બહાર બિનમાં પડતી હોય, ત્યારે એ બિન સતત ગોળ ફરતું રહે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી. હવે પહેલા બહાર પડેલી વસ્તુ અને તેના પછી તરત બહાર પડનાર વસ્તુ એકબીજા પર પડતી નથી. આ સાવ નાનકડી યુક્તિદ્વારા કાર્યવસ્તુના સપાટીના ફિનિશ અંગેની મોટી સમસ્યાનું સમાધાન આવ્યું.

2_1  H x W: 0 x 
 
ફાયદા
કાર્યવસ્તુઓના અસ્વીકારનું (રિજેક્શન) પ્રમાણ ઓછુ થઇ ગયું. જે પહેલા 1 ટકા હતું તે હવે 0.3 ટકા પર આવી ગયું. 
કોઈપણ વધારાનો ખર્ચ કર્યા વગર ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને કોઈ પણ સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવી શકાય છે, તેનો આ એક બહુ સરસ દાખલો છે. નાના, મધ્યમ ઉદ્યોગોની અંદરના ફૅક્ટરી માલિકો અને તેમના કારીગરો જો સતત પ્રયોગશીલ રહે, તો તેના સારા પરિણામો ચોક્કસ જોવા મળશે.
 
 
 
Dr_1  H x W: 0
ડૉ. જે. સી. પડતે
ડિરેક્ટર,
‘FIE’ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ
02302441475
 
ડૉ. જે.સી. પડતે, એ મેકૅનિકલ એન્જીનિયર છે અને ઇચલકરંજી ખાતે ફાઈ સંશોધન સંસ્થાના ડિરેક્ટર છે. આપ યાંત્રિકી ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. આપને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
 
 
 
@@AUTHORINFO_V1@@