નવું ઉત્પાદન
ઉત્પાદન જગતમાં હવે વધુને વધુ કાર્યક્ષમતા મેળવવાના પ્રયાસ શરુ થઇ ગયા હોય એવું દેખાય છે. આજનું માર્કેટ પહેલાં કરતા વધુ સ્પર્ધાત્મક તથા સમયનું મૂલ્ય ઓળખતું થઇ ગયું છે. કામ દરમિયાન (વર્ક ફલો) કરવામાં આવતાં નાના મોટા સુધારાઓમાં મધ્યમ તથા દીર્ઘકાલીન લાભ થઇ રહ્યાં હોવાનું દર્શાઈ રહ્યું છે. એવા સુધારાઓથી મળતાં લાભો ગ્રાહકો સાથે સંયુક્ત રીતે શેઅર કરી તેમની સાથેની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે છે. નવી તકનીકની શોધ કરી અને વર્તમાન ઉત્પાદન શ્રેણીનો વિકાસ કરીને આ પડકારને ઝીલી શકાય છે. આજના સમયે ઉત્પાદન ક્ષેત્રમાં ગતિને 'ચલણ" અર્થાત રોકડ નાણાંની સમકક્ષ માનવામાં આવે છે. એટલે અમે અવિરત સંશોધન કરી અને આધુનિક તકનીક પ્રમાણે અદ્યતન મશીનનું નિર્માણ કરતા રહ્યાં છે.
ઉચ્ચ ગતિની યંત્રણ (મશીનિંગ) પ્રક્રિયા માટે મશીનોમાં સંપૂર્ણપણે નવા ફેરફારો કરવાની જરૂરત હોય છે. જેનાથી વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં ઉત્પાદકતા વધારી શકાય એવા મશીનો વિકસાવવાની માંગ અત્યારે માર્કેટમાં ખૂબ વધી રહી છે. આ માંગને કારણે જ ઝડપી યંત્રણની જરૂરત ઉભી થઇ છે. ઉત્પાદન ક્ષેત્ર સાથે સંબંધિત આ તમામ મુદ્દાઓનો વિચાર કરીને જ અમારી કંપની 'જ્યોતિ સી.એન.સી.' એ 'ટેકયન' આ ઝડપી ડ્રિલ ટૅપ સેન્ટરનું નિર્માણ કર્યું છે જેથી એક વિશ્વસનીય રીતે ઝડપી કામ કરવાનો પડકાર ઝીલી શકાય.
નિર્માણની પ્રેરણા
'ટેકયન' આ શબ્દ ગ્રીક શબ્દ 'ટૈકિસ' (ταχύς) માંથી બનેલો છે, એનો અર્થ છે 'ઝડપી'. 'ટેકયન' એ એક સૈદ્ધાંતિક પરિકલ્પના છે જેમાં પ્રકાશથી પણ વધુ ઝડપી ગતિથી વહેતા કણોની કલ્પના કરવામાં આવી છે. આ કલ્પના સૌ પ્રથમ 1962 માં ઓ.એમ.પી. બિલાનિઉક, ભારતીય વૈજ્ઞાનિક વી.કે. દેશપાંડે અને ઈ.સી.જી. સુદર્શન આ ત્રણ જાણાએ પ્રસ્તુત કરી હતી. 'ટેકયન' કણોના સંશોધનમાં ભારતીય વૈજ્ઞાનિકોના યોગદાનના પ્રતિક રૂપે અમે આ મશીનને એ જ નામ આપ્યું છે. લોડિંગ અને અનલોડિંગમાં ખૂબ જ ઓછો સમય વ્યય કરી ઉત્તમ આવર્તન કાળ (સાઈકલ ટાઈમ) મેળવવા માટે આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું અને ગતિના પ્રતિક રૂપે તેને 'ટેકયન' યે નામ આપવામાં આવ્યું છે.
નિર્માણના પડકારો
ગતિની બાબતે વિશ્વ સ્તરીય મશીનો સામે સ્પર્ધા કરી શકનાર ભારતીય મશીનનું નિર્માણ કરી આ ક્ષેત્રમાં દેશની ક્ષમતા સૌને દેખાડવાના ઉદ્દેશ્યથી આ મશીનના નિર્માણ માટેનો પડકાર અમે ઝીલ્યો. મશીનની તમામ ખાસિયતો ઝડપી ગતિ માટે પૂરક રાખવાના વિચાર સાથે આ મશીન વિકસિત કરવાનો નિર્ણાયક પડકાર અમારી સામે હતો. મૅચિંગની પ્રક્રિયા ગતિશીલ બનાવતી વખતે વધુ 'રૅપીડ' આ મહત્ત્વપૂર્ણ ઘટક અત્યંત પ્રભાવી સાબિત થતું હોય છે, એ પ્રાપ્ત કરવું પણ એક મોટો પડકાર જ હતો. આ પ્રક્રિયામાં બીજો પડકાર હતો ઝડપી ગતિએ મશીન ચલાવતી વખતે એની ગતિશીલતા (ડાઇનેમિક્સ) જાળવી રાખી શકે એવી મશીનની સંતુલિત રચના બનાવવી. એની સાથે ડિઝાઈન જ એ પ્રકારની કરવી હતી જેમાં અન્ય તમામ જરૂરી ઘટકો ઓછામાં ઓછી જગ્યામાં સમાઈ જાય અને કામ માટે શક્ય એટલી વધુ જગ્યા મળે. એમાં ટૂલ બદલવાની પ્રક્રિયાને ગતિશીલ કરવી એ પણ એક મહત્ત્વની પ્રક્રિયા હતી. એ રીતે જ યંત્રણ પ્રક્રિયા ઝડપભેર થઇ જાય અને ખાલી સમય ઘટે એ માટે એમાં સ્વચાલિત પૅલેટ ચેન્જર બેસાડવું એ પણ અમારા માટે એક પડકાર રૂપ હતું. કાર્યવસ્તુ અને બદલાવ ન્યૂનતમ સમયમાં થવાને કારણે મશીનનો પ્રત્યક્ષ યંત્રણ પ્રક્રિયામાં ઉપયોગમાં ન લેવાતો વ્યર્થ સમય ઘટાડવામાં ખૂબ મદદ મળે છે. 'ટેકયન'ના નિર્માણ દરમિયાન આ તમામ જરૂરિયાતો સંતોષવી એ અમારા માટે એક સંઘર્ષ હતો.
ઉત્પાદનની વિશેષતા
'ટેકયન' એ મશીન ટૂલની એક વિશેષ આવૃત્તિ હોવાને કારણે, ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરનાર એક સંપૂર્ણ પૅકેજ બને છે. આ મશીનમાં વાહન ઉદ્યોગ, દૂરસંચાર, શલ્ય કર્મ ઉપકરણોનું નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી. જેવા ઘણા ક્ષેત્રોમાં ઉપયોગમાં આવતા બહુવિધ પાર્ટના યંત્રણની ક્ષમતા છે. મહત્તમ ઉત્પાદકતાની દ્રષ્ટીએ આ મશીન અનેક ઉદ્યમો માટે સકારાત્મક પરિણામો આપે છે.
'ટેકયન'નો સૌથી મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે, ઉત્તમ આવર્તન સમય પ્રાપ્ત કરવો. એ જ પ્રકારે સટીકતા તથા નિરંતરતા પ્રાપ્ત કરવા માટે પૅલેટ ચેન્જર, ઝડપી ગતિના ટૂલ ચેન્જર અને ઉચ્ચ ગતિશીલતા (ડાઇનેમિક્સ) રેપિડ, આ મશીનની ખાસીયતો છે.
'ટેકયન'થી થતાં લાભો
'ટેકયન' વાસ્તવમાં ઝડપી ગતિનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલા માટે જ મશીન બનાવતી વખતે દરેક 3 અક્ષો પર 60 મી./મિનિટ જેટલો ઉચ્ચ રેપિડ ટ્રેવર્સ અને 15 મી./સેકંડ જેટલું ઉચ્ચ ઍક્સેલરેશન પ્રાપ્ત કરવા પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવેલું છે. આ કારણે આ મશીનનો સમાવેશ ટૂલના 'ફાસ્ટ ડ્રિલ ટૅપ સેગમેન્ટ'માં કરવામાં આવ્યો છે.
'ટેકયન'ના નિર્માણમાં તમામ ગતિશીલ તથા મૂવિંગ વસ્તુમાન કૉલમ પર બેસાડવામાં આવેલ છે, જેથી યંત્રણામાં અધિક ચોકસાઈ પ્રાપ્ત થાય છે. શૉપ ફ્લોર પર 'ટેકયન'ને લાગતી જગ્યા (ફૂટપ્રિન્ટ) ઓછી હોવા છતાં ઉચ્ચ રેપિડ ટ્રૅવર્સને સહન કરી શકે એવી એની સંરચના પણ અત્યંત સક્ષમ છે. એના નિર્માણ વખતે જે કાળજી લેવામાં આવી છે તે કારણે ચિપ પ્રભાવશાળી રૂપે બહાર નીકળી જાય છે. સંતુલિત રચનાને કારણે મશીનમાં કંપન નથી ઉદ્દભવતા. આ મશીનની ફૂટપ્રિન્ટ નાની હોવા છતાં મોટા આકારના પાર્ટ પર કામ કરવા માટે એમા મોટી જગ્યા (વર્ક એન્વલપ) મળે છે. વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરતી વખતે વધુ ઉત્પાદન મેળવવા માટે કાર્યવસ્તુ પકડનાર ઘણાં ટૂલ તથા ફિક્શ્ચર અત્યંત સરળતાથી આ મશીન પર બેસાડી શકાય છે. 'ટેકયન' શ્રેણીની સૌથી આકર્ષક ખાસિયત છે વિશેષ રૂપે રચિત સ્વચાલિત ટૂલ ચેન્જર(ATC), ઝડપી સ્વચાલિત 'પૅલેટ ચેન્જર'(APC), મશીનનો ચુસ્ત આકાર, સરળ જોડવામાં (કપલ કરવામાં આવેલ) આવેલ સ્પિન્ડલ, એર્ગોનોમિક તથા TPM પૂરક ડિઝાઈન અને સાથે જ ઉચ્ચ દબાવ વાળી શાવર શીતક પ્રણાલી. અલગ અલગ આકારની કાર્યવસ્તુઓ અને ઍપ્લિકેશન માટે આ શ્રેણીમાં 'ટેકયન 4', 'ટેકયન 5' અને 'ટેકયન 7' જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
'ટેકયન'ની ઉપર વર્ણવેલ ખાસિયતો સિવાય આ શ્રેણીના અન્ય મશીનોની તુલનામાં આ 'ટેકયન' મોડલની ખાસિયત એ છે કે એમાં કામ કરવા માટે વધુ જગ્યા (વર્ક એન્વેલપ) મળે છે, એ કારણે મોટા આકાર અને કદના પાર્ટનું યંત્રણ એમાં સંભવ બને છે. 450 મિમી. ના સ્ટ્રોક મેળવવા માટે Z અક્ષ પણ ડિઝાઈન કરવામાં આવેલ છે, જેથી યંત્રણ વખતે પ્રક્રિયા દરમિયાન જે યોગ્ય હોય તે મોટા ટૂલ્સનું ચયન કરવામાં સરળતા રહે છે. એમાં બંને તરફ 300 કિગ્રા. સુધીના વજનની કાર્યવસ્તુઓ બદલી શકાય તેટલી ક્ષમતા આપવામાં આવી છે અને આ વ્યવસ્થા હાઈડ્રૉલિક અથવા ન્યૂમૅટિક સ્ત્રોત વિના પણ ચાલી શકે છે. મશીનની જગ્યાએથી ચિપ કુશળતાથી બહાર કાઢી ફેકવા માટે 'જ્યોતિ' એ વિશેષ રૂપે 'ગંગા શીતક' એ શાવર પ્રણાલી ડિઝાઈન કરેલ છે.
ઉપયોગકર્તા માટે વધુમાં વધુ કાર્ય કરનાર તથા મહત્તમ નફો મેળવી આપનાર 'ટેકયન' આપણા દેશની પ્રગતિશીલ અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા માટે તૈયાર કરવામાં આવેલ ભારતીય વિકલ્પ છે.
અંબરીશ નસીત
સહાયક મૅનેજર (ટેક્નિકલ સપોર્ટ)
જ્યોતિ સી.એન.સી. ઑટોમેશન લિ
9879571116
અંબરીશ નસીત 'જ્યોતિ સી.એન.સી. ઑટોમેશન લિ.’ કંપનીમાં સહાયક પ્રબંધક (ટેકનિકલ સપોર્ટ) તરીકે કામ કરે છે. પાછલા 5 વર્ષો દરમિયાન એસ.આર.ઈ.ઝેડ. એન્જિનિયરિંગ મહાવિદ્યાલય (રાજકોટ) માં અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ 'મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ: ।।' આ અંગ્રેજી પુસ્તકના લેખક છે