ઉચ્ચ ફિનિશિંગ કરતું હોનિંગ મશીન

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    13-Oct-2020
Total Views |

નવું ઉત્પાદન

 
 
આધુનિક ઇજનેરી પ્રક્રિયામાં, ઉચ્ચ ગુણવત્તા અને સુસંગત કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે. સ્વાભાવિક રીતે, મશીનિંગ પ્રક્રિયામાં કડક ચોકસાઈ પ્રાપ્ત કરવી મુશ્કેલ હોય છે. હોનિંગ, એ એક આવી કડક ચોકસાઇ વાળું કામ છે.
 
હોનિંગ, એ એક ઍબ્રેઝિવ્હ (અપઘર્ષક) મશીનિંગ પ્રક્રિયા છે, જે બોઅરની (છિદ્ર) એક સચોટ સપાટી બનાવે છે. આ પ્રક્રિયામાં એક અપઘર્ષક ગ્રાઇન્ડિંગ સ્ટોન, બોઅરની અંદરની સપાટી પર નિયંત્રિત દબાણ સાથે ગોળાકાર અને આગળ પાછળ ફેરવવામાં આવે છે. ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે સ્પિન્ડલનું રોટેશન અને આગળ પાછળ થતી હિલચાલને ઝીણવટથી નિયંત્રિત કરીને, અપેક્ષિત પરિણામ મેળવવામાં આવે છે. ટૂંકમાં, હોનિંગ એ તદ્દન ઓછા મટિરિયલને દૂર કરીને બોઅરને ફિનિશ કરવાની પ્રક્રિયા છે. જેમાં ઉચ્ચ પરિમાણીય અને ભૌમિતિક ચોકસાઈ અને સચોટ સપાટી ફિનિશની આવશ્યકતા હોય, એવા બોઅરમાં હોનિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 

2_2  H x W: 0 x 
 
જેમાં હોનિંગનો ઉપયોગ કરવામાં આવે છે તે યંત્રભાગોના ઉદાહરણો આ પ્રમાણે છે. વાલ્વ ગાઇડ, સિલિન્ડર લાઇનર, કનેક્ટિંગ રૉડ, રૉકર આર્મ, ગિઅર શિફ્ટર ફોર્ક, ગિઅર, યોક, સ્પ્રૉકેટ, સ્લાઇડર બ્લૉક વગેરે એન્જિનના યંત્રભાગો, હાઇડ્રૉલિક ડિરેક્શન કંટ્રોલ વાલ્વ, સ્પૂલ, હાઇડ્રોલિક મોટરના યંત્રભાગો વગરે. એરોસ્પેસના પાર્ટ, ટર્બો ચાર્જર, ફ્યુએલ ઇન્જેક્શન, રેફ્રિજરેશન યંત્રભાગો વગેરે હોનિંગ પ્રક્રિયામાં વપરાય છે.
 
મશીન
ખુશબૂ એન્જીનિયર્સે શરૂઆતમાં પરંપરાગત મેન્યુઅલ હૉરિઝૉન્ટલ હોનિંગ મશીન વિકસાવી. પ્રક્રિયા તરીકે, હોનિંગમાં ઉચ્ચ માનવ કુશળતાની જરૂર હોય છે. તેથી, હોનિંગના પરંપરાગત કામમાં મશીનની ઉત્પાદકતા ઓછી હોય છે. સમય જતાં અમારા ઈટૉન હાયડ્રૉલિક્સ નામના એક ગ્રાહકે એવા મશીનની માંગ કરી, જે ઉચ્ચ બોઅર ચોકસાઈ સાથે ઉચ્ચ ઉત્પાદકતા પ્રદાન કરે. ઉપરાંત, તેઓએ કુશળ ઓપરેટર પર અવલંબન ટાળવાની અપેક્ષા ધરાવી.
 
સિંગલ પાસ હોનિંગ, એ હોનિંગમાં અદ્યતન વિકાસ છે. સિંગલ પાસ હોનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ભાગ દીઠ ખૂબ ઓછી કિંમતે, ખૂબ કડક ટૉલરન્સવાળા ઉત્પાદનો પુનરાવર્તન ક્ષમતાની સાથે મેળવી શકાય છે. હોનિંગથી માઇક્રૉન સ્તરની ચોકસાઈ પ્રાપ્ત કરી શકાય છે. 

2_1  H x W: 0 x 
 
ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, ખુશબૂ એન્જીનિયર્સે એક સિંગલ પાસ પ્રોગ્રેસિવ્હ હોનિંગ મશીન વિકસિત કર્યું. બોઅરમાં એકવાર એક નિશ્ચિત કદના ટૂલને પસાર કરીને પૂર્વનિર્ધારિત મટિરિયલનું હોનિંગ થાય, એવી ટેક્નૉલૉજીનો એમાં ઉપયોગ કર્યો હતો. સતત 4-6 વખત આ કરવાથી બોઅરમાંથી 40 અથવા 60 માઇક્રૉન મટિરિયલ નીકળી શકે એવી વ્યવસ્થા ગોઠવી દીધી. ટૂલ્સ ડાયમંડ કોટેડ હોવાથી, ઘસારો ખૂબ ઓછો હતો. વિના એક્સ્પાન્શન ટૂલ પસાર કરવાને કારણે ઑપરેશન ઝડપથી થતું હતું. સી.એન.સી. નિયંત્રણને કારણે આ પ્રક્રિયા ખૂબ ઊંચી ચોકસાઈ અને સુસંગતતા સાથે નિયંત્રિત કરી શકાતી હતી. આમાં મશીનની સ્થિરતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

4_1  H x W: 0 x 
 
નવી વિભાવનાની સ્થાપના હંમેશા મુશ્કેલ હોય છે. અદ્યતન ડ્રૉઇંગ ટેકનોલોજી અને અનુભવી ડિઝાઇન ટીમની મદદથી અમે આપણા દેશમાં સિંગલ પાસ પ્રોગ્રેસિવ્હ હોનિંગ ટેક્નૉલૉજી વિકસાવી શક્યા. ડિઝાઇનના દરેક તબક્કે, તાણ વિશ્લેષણ (સ્ટ્રેસ અનૅલિસિસ) કરવાની અને ડિઝાઇનની પુષ્ટિ કરવાની અથવા તેમાં સુધાર કરવાની જરૂરત હતી. તે જ રીતે મશીન ઉત્પાદનનું વાસ્તવિક કામ પણ અગત્યનું હતું. મૅન્યુફૅક્ચરિંગ ટૉલરન્સના ઊચ્ચ સ્તરના સ્પેસીફિકેશન મેળવી શકે એવા યોગ્ય વ્હેન્ડરની પસંદગી કરવાથી, અમારી પ્રથમ મશીનરીએ તમામ પરીક્ષણો પસાર કર્યા.

4_2  H x W: 0 x 
 
મશીનની મહત્વની વિશેષતાઓ
• સ્પિંડલ/ટૂલની સંખ્યા – 6 
• મહત્તમ વ્યાસ – 40 મિમી.
• મહત્તમ ઊંડાઈ – 150 મિમી.
• ઇંડેક્સિંગની ચોકસાઈ – 15 સેકંડ 
• ફીડ રેટ – 2500 મિમી./મિનિટ
• રૅપિડ ટ્રૅવ્હર્સ Z – 5000 મિમી./મિનિટ
• છિદ્રની ચોકસાઈ – 2 થી 5 માયક્રૉન
• આકારની પુનરાવૃત્તિ ક્ષમતા (Cpk) – 1.67
• અક્ષોના સંચલન માટે AC સર્વ્હો મોટર
 
ઉદાહરણો
1. ટ્રાન્સમિશન ગિઅર
શાફ્ટ પર સારી ફિટમેન્ટ મેળવવા માટે બધા ટ્રાન્સમિશન 
ગિયર્સને હોનિંગ કરવામાં આવે છે. પરિણામે ઘોંઘાટમાં ઘટાડો અને ટૉર્ક ટ્રાન્સમિશન અને વાહનની કાર્યક્ષમતામાં સુધારો વગેરેના રુપમાં આના પરિણામો જોવા મળે છે. સામાન્ય રીતે હીટ ટ્રીટમેન્ટ પછી, ગિયર બોઅર થોડા માઇક્રૉનથી સંકોચે છે અને ભૌમિતિક ચોકસાઈ બગડે છે. બોઅરનું ગોળાકારપણું, ટેપર અને સપાટી ફિનિશ જેવી ભૂમિતિમાં હોનિંગ પ્રક્રિયા સુધાર લાવે છે. તે જ સમયે, બોઅર ટુ ફેસ રનઆઉટ અને ગિયર પીસીડી રનઆઉટ અકબંધ રાખવામાં આવે છે.

6_2  H x W: 0 x 
 
કામની વિગતો
મટિરિયલ – હાર્ડન્ડ સ્ટીલ
કાઢી નાંખેલું મટિરિયલ – 0.040 મિમી.
વ્યાસ – 38.00 મિમી.
લંબાઈ- 18 મીમી.
પાસની સંખ્યા – 4
 
 6_1 H x W: 0 x
 
2 હાઇડ્રોલિક વાલ્વ
આ એક ખૂબ વિશેષ હોનિંગ ઑપરેશન છે. વાલ્વ બોડીના બોઅરમાં સ્પૂલનું ફિટમેન્ટ 4 - 5 માઇક્રૉનથી ઓછું હોય છે. તેનો અર્થ એ કે બોઅરના ભૌમિતિક પરિમાણો 2 માઇક્રૉનની અંદર હોવા જોઈએ. ઉપરાંત, સપાટી ફિનિશ પણ 0.2 - 0.4 Ra હોવું જોઈએ. અહીં, બોઅર ઇનપુટ સ્થિતિ 20 - 30 માઇક્રૉન સુધીની હોય છે. હોનિંગ પ્રક્રિયા વડે બોઅરની ગોળાઈ અને સીધતા (સ્ટ્રેટનેસ) સુધારીને 2 માઇક્રૉનથી ઓછી આવે છે. 

8_2  H x W: 0 x 
 
કામની વિગતો
મટિરિયલ – કાસ્ટ આયર્ન 
કાઢી નાંખેલું મટિરિયલ – 0.030 - 0.040 મિમી.
વ્યાસ – 16.0 મિમી.
લંબાઈ – 127 મિમી.
પાસની સંખ્યા – 4

8_1  H x W: 0 x 
 
3. રેફ્રિજરેશન કોમ્પ્રેસર બૉડી
આ રેફ્રિજરેશન કોમ્પ્રેસરનું હૃદય છે. પૂર્ણ યનિટનું પ્રદર્શન બોઅર ફિનિશિંગ દરમિયાન પ્રાપ્ત ચોકસાઈ પર આધારિત હોય છે. બોઅરમાં પિસ્ટનની ફિટમેન્ટ 3 - 4 માઇક્રૉનની અંદર હોવાથી, બોઅરની ચોકસાઈ 1 - 1.5 માઇક્રૉનમાં હોવી જોઈએ. હોનિંગ પ્રક્રિયા બોઅરની ચોકસાઈ અને બંને બોઅરનો સપાટી ફિનિશ તો આપે જ છે, પરંતુ તે ઉપરાંત જર્નલ બોઅર અને પિસ્ટન બોઅર વચ્ચેની લંબ રેખા પણ જાળવી રાખે છે.  

8_2  H x W: 0 x 
 
કામની વિગતો
મટિરિયલ – કાસ્ટ આયર્ન
કાઢી નાંખેલું મટિરિયલ – 0.030 - 0.040 મિમી.
વ્યાસ – 19.0 મિમી.
લંબાઈ – 40 મિમી.
પાસની સંખ્યા – 6

8_1  H x W: 0 x 
 
ઊપર આપેલા ઉદાહરણો બતાવે છે કે કાર્યવસ્તુમાં જે પૅરામીટર્સ અપેક્ષિત છે તેનાથી ઉચ્ચ ગુણવત્તાના પરિણામો આ મશીન પર મેળવી શકાય છે. મિત્સુબિશી E80 સી.એન.સી. સિસ્ટમ ધરાવતું આ મશીન વાપરવા માટે એકદમ સરળ છે. એકી સાથે 6 સ્પિન્ડલ કામ કરતા હોવાથી વપરાશકર્તાને અપેક્ષિત ઉત્પાદનનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત થાય છે.
 
 

ajit_1  H x W:  
અજિત સામાની
ડિરેક્ટર, 
ખુશબૂ એન્જીનિયર્સ
9371658016 
 
અજિત સામાની મેકૅનિકલ એન્જીનિયર છે. તેઓ વાલચંદ કૉલેજ ઑફ એન્જીનિયરિંગમાંથી સ્નાતક થયા છે. કિર્લોસ્કર ગ્રૂપમાં મેળવેલ અનુભવના આધારે તેઓએ 1988 માં પોતાનું જિગ્જ અને ફિક્શ્ચર્સ બનાવવાનું પહેલું યુનિટ શરું કર્યું. 1994 માં આપે પોતાના વપરાશ માટે પહેલું હૉરિઝૉન્ટલ હોનિંગ મશીન બનાવી હોનિંગ મશીનના ઉત્પાદનની શરુઆત કરી.
 
@@AUTHORINFO_V1@@